ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા યોજાયો "સામાજિક સૌહાર્દ" સેમીનાર - Muslim

પોરબંદર: પોલીસ દ્વારા "સામાજિક સૌહાર્દ" સેમીનાર પોલીસ હેડકવાર્ટર જિલ્લા તાલીમ ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ખાસ મુસ્લિમ સમાજના દરેક જાતના પ્રમુખ અને અલગ અલગ સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા યોજાયો "સામાજિક સૌહાર્દ" સેમીનાર

By

Published : Jul 15, 2019, 4:06 PM IST

કાર્યક્રમની શરૂઆત એસ.ઓ.જી.ના PI દરજી દ્વારા કરવામાં આવી હતી. મુસ્લિમ જમાતના પ્રમુખ ફારૂક ખાન શેરવાની, આસીફ ભાઈ ચૌહાણ, જાહીદભાઇ સંઘાર, સલીમભાઈ ઓડિયા, રફીકભાઈ જેઠવા, સાજીદ ભાઈ ઢીલા દ્વારા જિલ્લા પોલીસ વડા પાર્થ રાજસિંહ ગોહિલનું ગુલદસ્તો આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

જેમાં પોરબંદર એસ.પી. ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલના વકતવ્ય બાદ લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આહવાન કરવામાં આવ્યા હતા. જેમાં સુન્ની અંજુમને ઈસ્લામના માજી પ્રમુખ જનાબ હાજી ઈબ્રાહીમ ખાન પઠાણ, વિ.જે.મદ્રેસા ના ઓન. સેક્રેટરી જનાબ ફારૂકભાઈ સુર્યા, સામાજિક કાર્યકર જાહીદભાઇ નાગોરી તેમજ અંજુમને ઇસ્લામ જનરલ સેક્રેટરી આરીફ ભાઈ સુર્યાએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોરબંદર એસ.ઓ.જીની ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતમાં DYSP રાઠવા દ્વારા આ કાર્યક્રમની અભારવિધી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સમાજમાં ભાઈચારો,એકતા, સદભાવના, દેશપ્રેમ સહિતના જુદા-જુદા મુદ્દા ઉપર પ્રકાશ ફેંકીને જણાવ્યું હતું કે, આજના સમયમાં આતંકવાદએ ભારત દેશની ખુબ જ મોટી સમસ્યા છે. આતંકવાદ કે જેનું કોઈ રંગરૂપ, પહેરવેશ કે ધર્મ હોતો જ નથી.

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા યોજાયો "સામાજિક સૌહાર્દ" સેમીનાર

આતંકવાદના મુખ્ય ઘણા કારણો હોય છે. જેમ કે, માનસિક અસંતોષ, નિજી સ્વાર્થ માટે લોકોને લાલચ આપી ગેરકાનૂની પ્રવૃતિઓ કરાવે તેમજ મોટા મોટા આતંકવાદી સંગઠનો સોશ્યલ મીડીયાના માધ્યમથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરતા હોય છે. પરંતુ આવી દેશ વિરોધી પ્રવૃતિઓને રોકવા માટે સરકાર પણ એટલી જ જાગૃત હોય છે.

સોશિયલ ક્રાઇમ તેમજ ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ બાબતની માહિતીઓ એકત્રીત કરવામાં આવતી હોય છે. જેના આધારે એવું જાણવા મળ્યું છે કે, ભારત દેશના 25 કરોડ મુસ્લિમમાંથી માત્ર જુજ યુવાનો આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેવું બની શકે છે. આનંદની વાત તો એ છે કે,પોરબંદર તેમજ ગુજરાતમાંથી કોઈપણ મુસ્લિમ આવી દેશ વિરોધી પ્રવૃતિઓ સાથે જોડાયેલ નથી તેવું સર્વે દ્વારા જાણવા મળ્યું છે.

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા યોજાયો "સામાજિક સૌહાર્દ" સેમીનાર

ABOUT THE AUTHOR

...view details