ગુજરાત

gujarat

પોરબંદરમાં મેડીકલ સ્ટોરના માલિકની નજર ચૂકવી 2 મહીલાએ એક લાખથી વધુ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી

By

Published : Feb 21, 2021, 7:56 AM IST

પોરબંદરમાં એમ. જી. રોડ પર આવેલી એક મેડિકલ સ્ટોરના માલિકની નજર ચૂકવી અજાણી મહિલાઓએ 1.30 લાખ રૂપિયા ભરેલી થેલી ચોરી ગયાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે પોલીસે CCTV ફૂટેજના આધારે આ મહિલાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

પોરબંદરમાં મેડીકલ સ્ટોરના માલિકની નજર ચૂકવી બે મહીલાઓ એક લાખથી વધુ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી
પોરબંદરમાં મેડીકલ સ્ટોરના માલિકની નજર ચૂકવી બે મહીલાઓ એક લાખથી વધુ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી

  • CCTV ફૂટેજના આધારે પોલીસે હાથ ધરી તપાસ
  • ચોરી કરવા આવેલી મહિલાઓ સાથે એક નાનું બાળક પણ હતુ
  • સ્ટોરના માલિક દવા લેવા ગયા અને મહિલાઓએ તકનો લાભ ઉઠાવ્યો

પોરબંદરઃશહેરના એમ. જી. રોડ પર આવેલી એક મેડિકલ સ્ટોરમાં બે મહિલાઓ બાળક સાથે દવા લેવા આવી હતી. મેડિકસ સ્ટોરના માલિક જ્યારે દવા લેવા અંદર ગયા ત્યારે એક લાખથી વધુ રૂપિયા ભરેલી થેલી કાઉન્ટર પાસે જ પડી હોવાથી આ મહિલાઓએ નજર ચૂકવી થેલી ઉઠાવી જતી રહી હતી.

સ્ટોરના માલિક દવા લેવા ગયા અને મહિલાઓએ તકનો લાભ ઉઠાવ્યો

શંકાસ્પદ મહિલાઓ દેખાય તો પોલિસને જાણ કરવા અપીલ

પોલીસે આસપાસની દુકાનોમાં રાખેલા CCTV ફૂટેજના આધારે મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અન્ય વેપારીઓને પણ આવી શંકાસ્પદ મહિલાઓ દેખાય તો જાણ કરવા અપીલ કરી છે.

પોરબંદરમાં મેડીકલ સ્ટોરના માલિકની નજર ચૂકવી બે મહીલાઓ એક લાખથી વધુ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી

ABOUT THE AUTHOR

...view details