પોરબંદરઃ 05 ઓગસ્ટના રોજ પોરબંદરની બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પોરબંદરના જલારામ મંદિર પાસે રહેતા 85 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાજકોટની hcg hospitalમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને પોરબંદરમાં મોટી ખત્રીવાડમાં રહેતી 22 વર્ષની મહિલાનો રિપોર્ટ તારીખ 31 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો છે. મહિલા પોરબંદરની હોવાથી પોરબંદર જિલ્લામાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં તેનું નામ ગણવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોરબંદરની 2 મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - porbandar latest news
06 ઓગસ્ટના રોજ પોરબંદરની બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પોરબંદરના જલારામ મંદિર પાસે રહેતા 85 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટની hcg hospitalમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને પોરબંદરમાં મોટી ખત્રીવાડમાં રહેતી 22 વર્ષની મહિલાનો રિપોર્ટ તારીખ 31 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરમાં આજે કોરોનાની બીમારીના કારણે 2ના મોત થયા છે. આમ કુલ મોતનો આંકડો 11 થયો છે . આજરોજ 4 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 141 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આજની સ્થિતિએ કુલ 80 એક્ટિવ દર્દીઓ છે. જેમાં ગોવિંદ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 17, covid કેર સેન્ટર ખાતે 9 અને કન્યા જિલ્લાની હોસ્પિટલ ખાતે 15 તથા હોમ isolation ખાતે 39 મળી કુલ 80 દર્દીઓ એક્ટિવ છે.
અત્યારની સ્થિતિએ isolation વિભાગમાં દાખલ દર્દીઓ 17 અને તેમની isolation વિભાગમાં દાખલ દર્દીઓની સંખ્યા 25 છે. પોરબંદરમાં આજે આવેલા બે કેસ મળી કુલ કોરોના કેસનો આંકડો 232 પર પહોંચ્યો છે.