પોરબંદર: ભાવનગર-સુરેન્દ્રનગર અને પોરબંદર-રાજકોટ ટ્રેનો ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અગાઉ COVID-19 પરિસ્થિતિના પગલે મુસાફરોની માંગના અભાવે રદ કરાઈ હતી, જે આગામી તારીખ 12 જૂન, 2021 થી અમલી બનશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09528 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09528 ભાવનગર - સુરેન્દ્રનગર ડેલી સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી 05:00 કલાકે ઉપડશે અને દરરોજ 9:00 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે, જેની અસર તારીખ 12 જૂન, 2021 થી આગળની સૂચના સુધી રહેશે.
ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગર - ભાવનગર દૈનિક સ્પેશિયલ સુરેન્દ્રનગરથી સવારે 9.40 કલાકે ઉપડશે અને દરરોજ 13:30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 મી જૂન, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.