ગુજરાત

gujarat

ETV Bharat / state

કબીલપોરમાં વિદ્યાર્થીનીનો મોબાઈલ ઝુંટવી ભાગેલા બે મોબાઈલ ચોર પકડાયા

નવસારીના જિલ્લાના કબીલપોર ગામે જાહેર માર્ગ પરથી પસાર થતી ધોરણ 12 ની વિદ્યાર્થીનીના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવીને ભાગેલા બે મોબાઈલ ચોરોને નવસારી ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. જ્યારે વિદ્યાર્થીનીનું ઓનલાઈન શિક્ષણ ન બગડે, એ હેતુથી શરતોને આધીન વિદ્યાર્થિનીને મોબાઇલ પરત આપ્યો હતો.

કબીલપોરમાં વિદ્યાર્થીનીનો મોબાઈલ ઝુંટવી ભાગેલા બે મોબાઈલ ચોર પકડાયા
કબીલપોરમાં વિદ્યાર્થીનીનો મોબાઈલ ઝુંટવી ભાગેલા બે મોબાઈલ ચોર પકડાયા

By

Published : Oct 28, 2020, 6:38 AM IST

  • નવસારીમાં ચેન સ્નેચિંગ કે મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં વધારો
  • પોલીસે ચોરોને ઝડપી તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો
  • વિદ્યાર્થીનીનું શિક્ષણ ન બગડે તેથી તેને મોબાઇલ પરત કરાયો

નવસારી: જિલ્લામાં ચેન સ્નેચિંગ કે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ છેલ્લા થોડા મહિનાઓમાં સામે આવી છે અને આવી ઘટનાઓને રોકવામાં પોલીસની ગતિ ધીમી હોય એવી સ્થિતિ છે. ત્યાર નવસારી-વિજલપોર પાલિકા અંતર્ગત કબીલપોર ગામના જાહેર માર્ગ પરથી પસાર થતી ધોરણ 12ની વિદ્યાર્થીનીનો મોબાઈ ઝુંટવી બે આરોપીઓ ફરાર થયા હતા. જેમાં કબીલપોરનો નરેશ રાઠોડ અને પારડીનો નિરલ હળપતિ હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીનીએ બુમાબુમ કરતા લોકોએ બંન્ને ચોરોને પકડીને નવસારી ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા.

કબીલપોરમાં વિદ્યાર્થીનીનો મોબાઈલ ઝુંટવી ભાગેલા બે મોબાઈલ ચોર પકડાયા

વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ પરત કર્યો

પોલીસે બંને ચોરોને ડિટેન કરી, તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ મંગળવારે ધરપકડ કરી હતી. જ્યારે ચોરાયેલો મોબાઈલ ફોનને પોલીસે કબ્જે કરી ગ્રામ્ય પોલીસ મથકે વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ નોંધી હતી. જોકે વિદ્યાર્થીની ધોરણ 12માં છે અને હાલ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ હોવાથી વિદ્યાર્થીની અને તેના પિતાની રજૂઆતને ધ્યાને લઇ પોલીસે ચોરાયેલો ફોન શરતોને આધીન વિદ્યાર્થિનીને પરત આપી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details