પોરબંદરઃ શહેરમાં શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાયેલ સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાની કૃતિ રજુ કરનાર તળપદ અને ભાવપરા પ્રા. શાળાના શિક્ષિકા બહેનો ડોડીયા તારા બહેન અને સિંગરખીયા પિન્ટુ બહેને કહ્યુ કે, ગણીત, વિજ્ઞાન પ્રદર્શનની સાથે સાથે સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાય તે પણ ખાસ જરૂરી છે. વિધાર્થીઓ સામાજિક વિજ્ઞાનને ખુબ જ સરળતાથી સમજી શકે, અભ્યાસમાં રસ કેળવવા માટે આ પ્રકારના પ્રદર્શનો યોજાવા જોઇએ. વિધાર્થીઓ સરળતાથી દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન જોઇ શકે, વિશ્વની સંસ્થાઓના પ્રતીકો, જલાવરણ, જીવાવરણ, વાતાવરણ, પૃથ્વીના મહાસાગરો સરળતાથી યાદ રાખી સમજી શકે માટે કાવ્ય, ગીત દ્રારા દરરોજ શાળામાં પ્રાર્થના સમયે આ પ્રકારના કાવ્યો, ગીત વિધાર્થીઓને બોલાવવા જેથી યાદ રાખવામાં સરળતા રહે છે.
પોરબંદરમાં શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં બે દિવસીય સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ - social science exhibition news
પોરબંદર સ્થિત શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે બે દિવસીય સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતુ. જેમા જિલ્લાની વિવિધ શાળાઓના 20 શિક્ષકોએ 50 પ્રદર્શનો રજુ કર્યા હતા. શહેરીજનોએ, શિક્ષકોએ તથા બહોળી સંખ્યામા વિધાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યુ હતું.
પોરબંદરમાં શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં બે દિવસીય સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રદર્શિત કરનાર સી. આર. સી. અશોક ભાઇ રામાવતે કહ્યુ કે, બાળકો કોઇ વસ્તુ વિશે સાંભળે અને રૂબરૂ જુએ તો તેને સરળતાથી યાદ રહી જાય તથા વારંવારં સાંભળે જુએ જેથી વિષય મગજમાં સ્થાયી થઇ જાય છે.
શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાયેલ બે દિવસીય સામાજિક વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. અલ્તાફભાઇ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.