ગુજરાત

gujarat

By

Published : Jul 20, 2020, 10:50 PM IST

ETV Bharat / state

પોરબંદરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કોન્સ્ટેબલ સહિત કાપડના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત્ત વધારો થઇ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી એક કોન્સ્ટેબલ છે તથા અન્ય એક કાપડનો વેપારી છે. આ બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તંત્ર દોડતું થયું હતું.

પોરબંદરમાં બે કોરોના પોઝિટિવ  કેસ નોંધાયા
પોરબંદરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોરબંદર: દિવસેને દિવસે પોરબંદરમાં પણ કોરોનાનો કેર વધતો જાઇ રહ્યો છે અને સંક્રમિત લોકોની સંખ્યામાં પણ વધરો થઇ રહ્યો છે. ત્યારે સોમવારે પોરબંદરમાં 101 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 25 સેમ્પલ પોરબંદરની લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 23 લોકોનો રિપોર્ટ નેગેટિવ અને એક શંકાસ્પદ પોઝિટિવ આવ્યું હતું. જે જામનગર ખાતે મોકલવામાં આવ્યા છે, જેમનો રિપોર્ટ આવતીકાલે જાહેર થશે. આ ઉપરાંત એક રિપોર્ટ રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

જ્યારે 76 સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા હતા જેમાંથી 74 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને બે પોઝિટિવ આવ્યા હતા. જેમાં પોરબંદરના કીર્તિમંદિરમાં ફરજ બજાવતા 29 વર્ષીય પુરુષ કોન્સ્ટેબલને તથા પોરબંદરમાં કાપડના વેપારી જેમની ઉંમર 38 વર્ષની છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંનેના રહેણાક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. બન્નેની હિસ્ટ્રી અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં કુલ 12 અને અન્ય જિલ્લાના 3 મળીને 15 કોરોના પોઝિટિવ દર્દીઓ છે.

ABOUT THE AUTHOR

...view details