ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ગેરકાયદેસર હથિયાર રાખતા બે બિહારી ઝડપાયા - રાણાવાવ પોલીસ સ્ટાફ

પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માટે જૂનાગઢ રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ તાજેતરમાં પોરબંદર એસઓજી તથા રાણાવાવ પોલીસ સ્ટાફે બે આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા હતા અને તેઓ ગેરકાયદેસર હથિયાર વડે ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40,200નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

પોરબંદરમાં ગેરકાયદેસર હથિયાર રાખતા બે બિહારી ઝડપાયા
પોરબંદરમાં ગેરકાયદેસર હથિયાર રાખતા બે બિહારી ઝડપાયા

By

Published : Dec 24, 2020, 4:13 PM IST

  • રાણાવાવ પોલીસ સ્ટાફે બે હથિયારો સાથે બે બિહારીની ધરપકડ કરાઈ
  • પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર ઝડપવાનો સીલસીલો યથાવત્
  • એક પિસ્તોલ, પાંચ કારતૂસ, એક દેશી તમંચો તથા બે કારતૂસ મળી આવ્યા
  • કુલ રૂ. 40,200ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા
  • રાણાવાવ હોળી ચકલાથી વાગડિયાવાસ જતા રસ્તામાંથી બંનેને ઝડપી લીધા

પોરબંદરઃ પોરબંદરમાં રાણાવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, રાણાવાવ શહેરમાં કોઈ અજાણ્યા પરપ્રાંતીય શખ્સો હથિયાર-બંદૂક વેચવા આવ્યા છે. એટલે રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ સ્ટાફે જરૂરી કોમ્બિંગ કર્યું હતું. આ દરમિયાન રાણાવાવ હોળી ચકલાથી વાગડિયાવાસ જતા રસ્તા પરથી મનીષકુમાર રામદેવસિંગ કુશવાહા તથા સંદીપકુમાર મુકેશસિંગ કુશવાહા (બંને રહે. ચકહવીવ, જિ. સમસ્તિપૂર, બિહાર)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી એક પિસ્તોલ, પાંચ કારતૂસ, એક દેશી તમંચો અને તેના બે કારતૂસ વગેરે મળી કુલ રૂ.40,200નો મુદ્દામાલ મળ્યો હતો. બંને આરોપી સામે હથિયાર ધારા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details