પોરબંદરઃ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી કરવામાં માટે પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ દ્વારા મળેલી સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા સહિતનો સ્ટાફ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
મુંબઇથી મંજૂરી વિના ચોરીછૂપીથી પોરબંદરમાં પ્રવેશતા 12 લોકો ઝડપાયા
લોકડાઉનમાં પોરબંદર જિલ્લાના પોલીસકર્મીઓએ પેટ્રોલિંગ દરમિયાન મુંબઇથી વિના મંજૂરીએ ચોરીછૂપીથી પોરબંદર જિલ્લામાં પ્રવેશતા 12 લોકો ઝડપી પાડ્યા છે. તેમજ તેમની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે.
પોરબંદર
તે દરમિયાન પોલીસ સબ ઇન્સ. બી.એસ.ઝાલાને બાતમી મળી હતી કે, કેટલાંક લોકો મુંબઈથી એક બંધ બોડીના આઇસર નં.GJ 48 AY 2227 માં બેસી ચોરી છુપીથી મોકર ગામે આવવાના છે. આ માહિતી આધારે જરૂરી વોચ ગોઠવી 12 લોકોને વાહન સાથે ઝડપી પાડી મેડિકલ ટીમની મદદથી તમામનું મેડિકલ ચેકઅપ કરાવી ડિસ્ટ્રીક કોરન્ટાઇનમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેઓના વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.