વાપીની KBS નટરાજ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં બે મિનિટનું મૌન પાળી, મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાનાં પોકેટમનીની રકમને શહીદોના પરિવારને સુપ્રત કર્યા હતા. પુલવામા એટેક વિશે કોલેજના વિદ્યાર્થીઓમાં ભરોભાર આક્રોશ છવાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, આ દુઃખદ ઘટના હોવાથી અમે શહીદોના પરિવારોને આર્થિક મદદ મળે તે અનુસંધાને આ આયોજન કર્યું છે
કોલેજની વિદ્યાર્થીની પાયલ કૌશિકે જણાવ્યું કે, આ ઘટનાનો બદલો સરકાર જરૂર લેશે, પરંતુ શહીદોના પરિવારોને મદદ મળે તે માટે આ નાનકડી રકમ અમે એકઠી કરી છે. શહીદોની શહાદત માટે જવાબદાર લોકો વિરુદ્ધ વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે દેશના જવાનો જો આ રીતે આતંકીઓની ગોળીથી મરતા રહેશે તો દેશમાં સેનાનું કોઈ વજૂદ જ નહીં રહે. તે માટે આતંકવાદીઓને સબક શીખવાડવો જોઈએ અને સેનાના જવાનોને વધુ સિક્યુરિટી અને સુરક્ષાના સાધનો પુરા પાડવા જોઈએ