ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સુદામા ચોકમાં ટ્રાફિક સપ્તાહ સમાપન સમારોહ યોજાયો

પોરબંદર: શહેરના સુદામા ચોક ખાતે માર્ગ સલામતી સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ટ્રાફિક શાખા તથા એ.આર.ટી.ઓ પોરબંદર દ્વારા માર્ગ સલામતી સપ્તાહ તારીખ 11 થી 17 જાન્યુઆરી સુધી 31માં રોડ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ હતી.

પોરબંદરના સુદામા ચોકમાં ટ્રાફિક સપ્તાહ સમાપન સમારોહ યોજાયો
પોરબંદરના સુદામા ચોકમાં ટ્રાફિક સપ્તાહ સમાપન સમારોહ યોજાયો

By

Published : Jan 18, 2020, 4:51 AM IST

આ સમારોહમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ પોરબંદર શહેરમાં રેલી યોજી ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત કોલેજ અને સ્કૂલોમાં ટ્રાફિક અંગે ડિબેટ પણ યોજવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પ સાથે રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીના ટ્રક ચાલકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો.

પોરબંદરના સુદામા ચોકમાં ટ્રાફિક સપ્તાહ સમાપન સમારોહ યોજાયો

કાર્યક્રમના અંતિમ દિવસે JCI સંસ્થા તથા ટ્રાફિક શાખા દ્વારા સુદામા ચોકમાં સાંજે 4:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા રાસ મંડળીઓએ રાસ રજૂ કર્યા હતા. તેમજ ટ્રાફિક જાગૃતિ અંગેનું નાટક પણ રજૂ કર્યુ હતું.

આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. જેમાં ઉત્તીર્ણ થનાર વિજેતાઓને પોરબંદરના કલેકટર મોદી દ્વારા તથા DYSP જુલીબેન કોઠીયાના હસ્તે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં JCI સંસ્થાના સ્થાપક લખનશી ગોરાણિયા સહિત વિવિધ સામજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી લોકોને ટ્રાફિક અંગેના સૂચનોનું પાલન કરવાનો સંદેશો આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details