- પોરબંદરમાં ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઈવિંગ વેબિનારનું આયોજન
- 200થી વધુ વિદ્યાર્થીઓ વેબિનારમાં જોડાયા
- વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું વિશેષ માર્ગદર્શન
પોરબંદરઃ પોલીસ વિભાગ, એ.આર.ટી.ઓ, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરી સંયુક્ત દ્વારા જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઈવિંગ અંગેના નિયમોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન માધ્યમ દ્વારા બાળકો સાથે જોડાઈને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપી આ વેબિનારને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન 200થી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન માધ્યમથી ટ્રાફિક નિયમોના સંદર્ભે નૈતિક જવાબદારીઓ અંગે જાણકાર બની પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમાં જિલ્લા શિક્ષણ વરિષ્ઠ અધિકારી કે.ડી. કણસાગરા, DYSP સ્મિત ગોહીલ, એજ્યુકેશન ઓફીસર સંદિપ સોની, RTO એન.જે. મેવાડા, આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી.એમ. ચાવડા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.