વણોટની પરંપરાગત તિલક વિધિ કરાઇ પોરબંદર: વર્ષો પહેલા દરિયા કિનારે વસતા ખારવા સમાજ ધીમે ધીમે પોરબંદર આવીને સ્થાયી થયા હતા. રજવાડા વખતના પહેલા ખારવા સમાજમાં જોડે બેસીને વડીલો ન્યાય કરતા હતા. ત્યારબાદ પંચાયત મઢી બની અને પંચાયત મઢીમાં ન્યાય આપતા આજે પણ આ પરંપરા ખારવા સમાજે જાળવી છે. આજે ખારવા સમાજના વણોટ પ્રમુખ પવન શિયાળની નિમણૂક કરાતા પરંપરાગત રીતે તિલક વિધિ કરવામાં આવી હતી.
પરંપરાની શરૂઆત: 10 જુલાઈ 1814 થી આ પરંપરાની શરૂઆત થઈ હતી. ખારવા સમાજમાં પ્રથમ તિલક વિધિ માવાભાઈ વશરામભાઈ ગોહેલ ગોધાવાડાની વાણોટ એટલે કે પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. તેમની તિલક વિધિ પણ કરવામાં આવી હતી. હાલ ખારવા સમાજ ના 60 માં પ્રમુખ તરીકે પવનભાઈ શિયાળની વરણી કરવામાં આવી છે.
કેવી રીતે થાય છે વાણોટની ચૂંટણી?:ખારવા સમાજ કચ્છથી લઈ મુંબઈ સુધી ફેલાયેલો છે. આમ બહારગામ ખારવા સમાજ તરીકે પસંદગી પામતા પહેલા ચૂંટણી કરવામાં આવે છે અને અલગ અલગ નવ ડાયરા યોજાય છે. ડાયરામાં ન્યાયની પ્રક્રિયા પણ થાય છે. પહેલા દરેક ડાયરામાં બે પટેલ અને એક ટ્રસ્ટીની નિમણૂક થાય છે. નવ ડાયરામાંથી મળી કુલ 27 લોકો સમાજમાં જે સારું કામ કરનાર હોય તેને વાણોટ તરીકે પસંદ કરે છે. આમ પવનભાઈ શિયાળની પણ આ જ રીતે પસંદગી કરવામાં આવી છે અને કુવારી બાળાઓ દ્વારા આજે તેમની તિલક વિધિ કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે અશ્વિન જુંગી તથા અધ્યક્ષ તરીકે રણછોડ શિયાળની પસંદગી કરવામાં આવી હતી.
શોભાયાત્રાનું આયોજન:પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન થાય છે. આ શોભાયાત્રામાં રામદેવજીની પાલખી નગરના મુખ્ય રસ્તા ઉપર ફરે છે અને અનેક લોકો તેના દર્શન કરે છે તે જ દિવસે ખારવા સમાજના વણોટ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શોભાયાત્રામાં અને લોકોનું અભિવાદન જીલે છે. સમાજ પ્રત્યેના કામને નિષ્ઠાપૂર્વક નિભાવવા તત્પર રહે છે.
'ખારવા સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને યુવાનો બેરોજગાર ન રહે તેમને રોજગારી મળી રહે તેવી તકોનું નિર્માણ કરવું તથા શિક્ષણ ક્ષેત્રે ખારવા સમાજમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે. ખારવા સમાજના વણોટ બનાવવા બદલ સૌના આશીર્વાદ લઈ સૌ લોકોનો આભાર માન્યો હતો.' -પવનભાઈ શિયાળ, ખારવા સમાજના વણોટ
ડાયરામાં પરિણીત વ્યક્તિની પસંદગી:ખારવા સમાજના ટ્રસ્ટી અશ્વિનભાઈ જોઈએ જણાવ્યું હતું કે ખારવા સમાજમાં અલગ અલગ ડાયરા હોય છે. આ ડાયરામાં છુટાતા આગેવાનો પરણિત હોય છે અને જેઠ માસમાં વહેલી સવારથી આ ડાયરાઓ શરૂ થઈ જતા હોય છે અને આઠ વાગે પૂર્ણ થતા હોય છે. તેમાં પણ ન્યાયની પ્રક્રિયા થતી હોય છે. સમાજમાં કૌટુંબીક ઝઘડા હોય છે, પતિ પત્ની વચ્ચેના ઝઘડા હોય છે અથવા ભાઈઓ ભાઈઓ વચ્ચેના ઝઘડાઓ હોય છે તેનું અહીં પરંપરાગત રીતે પંચ પટેલો દ્વારા સમાધાન કરવામાં આવે છે.
- Traditional: ફૂંકણા સમાજની પિતૃઓને રીઝવવાની અનોખી પરંપરા, પગ પર ડાંકલા સાથે લલકાર
- Traditional kathputli: અમદાવાદના વૃદ્ધ દંપતીએ 60 વર્ષથી જાળવી રાખી છે કઠપુતલીની પરંપરા