ભારતીય જળસીમા પરથી પાકિસ્તાન દ્વારા અનેક વખત માછીમારોના અપહરણ કરવામાં આવે છે. ત્યારે ફરીથી 3 બોટ અને 18 જેટલા માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળની 'નીલકંઠ' બોટમાંથી 6 માછીમાર તથા ઓખાની 'મગદૂલ જાનિયા' બોટમાંથી 7 માછીમાર તથા સલાયાની 'હાસમ કા કરમ' નામની બોટમાંથી પાંચ માછીમારોનું અપહરણ કરાયું હતું.
પાકની નાપાક હરકત: જળસીમા પરથી 3 બોટ અને 18 માછીમારોનું કર્યું અપહરણ
પોરબંદર: ભારતીય જળ સીમા પરથી 3 બોટ અને 18 માછીમારોનું અપહરણ કરી પાકિસ્તાન દ્વારા ફરી નાપાક હરકત કરવામાં આવી છે. ભારતીય જળસીમામાંથી ઓખા, માંગરોળ અને સલાયાની ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમજ બોટ એસોસિએશ દ્વારા નાપાક હરકત પાકિસ્તાન બંધ કરે તેવી રજુઆતો કરવામાં આવી હતી.
પોરબંદર
દરિયા કિનારામાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન વધુ હોવાથી માછીમારોએ માછીમારી કરવા દુર દુર સુધી જવું પડે છે. માછીની લાલચમાં તેઓ ભારતીય જળસીમા ઓળંગી જાય છે. જેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે. તેમ પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું. તેમણે આવી ઘટનાઓ રોકવા પણ જણાવ્યું હતું.
તાજેતરમાં આતંકવાદી પ્રકૃતિની આશંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને તમામ માછીમારોને આ બાબતે જાણ પણ કરાઇ છે અને સતર્ક રહેવા પણ જણાવ્યું છે.