ગુજરાત

gujarat

By

Published : Apr 22, 2021, 8:01 PM IST

ETV Bharat / state

પોરબંદરમાં હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓ માટે ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નિ:શુલ્ક ટિફિન સેવા

વિશ્વભરમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. એકલા રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓ ખાવાપીવાની બાબતમાં ઘણીવાર મુશ્કેલીમાં મુકાય છે ત્યારે પોરબંદરમાં ભારત વિકાસ પરિષદની શાખા દ્વારા હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને ઘેરબેઠા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. અનેક લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે.

પોરબંદર
પોરબંદર

  • પોરબંદરમાં અનોખો સેવાયજ્ઞ
  • હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓ માટે નિ:શુલ્ક ટિફિન સેવા
  • ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ટિફિન સેવા શરૂ કરાઇ
    પોરબંદર

પોરબંદર: પોરબંદરમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ લોકો માટે ભારત વિકાસ પરિષદની શાખા દ્વારા દરરોજ બે ટાઈમ ડોર ટુ ડોર ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા દ્વારા અનેક લોકો કે જેઓ પોઝિટિવ હોય અને એકલા રહેતા હોય અથવા ઘરની સ્ત્રીઓ કે જે કોરોના પોઝિટિવ હોય અને તેમના સિવાય પરિવારમાં કોઇ ભોજન બનાવી શકે તેમ ન હોય તેમને બે ટંકનું ખાવાનું મળી રહે છે.

પોરબંદર
હોમ ક્વોરેન્ટાઇન થયેલા પરિવારોને મદદ

આ અંગે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પ્રમુખ કમલેશભાઈ કોહલીએ જણાવ્યું હતું કે પોરબંદરમાં જ એક ઘરમાં એક સ્ત્રીને કોરોના પોઝિટિવ થયો હતો અને તેના પરિવારને હોમ કોરોન્ટાઈન રાખવામાં આવ્યા હતા પરંતુ આ પરિવારમાં ભોજન બનાવી આપનાર અન્ય કોઈ ન હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો અને જેને ધ્યાનમાં રાખીને અનેક પરિવારો પણ આ જ પરિસ્થિતિ માં હોય તો તેઓને મદદરૂપ થવા માટે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ટિફિન અભિયાન શરૂ કરાયું અને આજે દરરોજ બે ટાઈમ ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૭ જેટલા ટિફિન લોકો લાભ લઇ રહ્યા છે.

પોરબંદર

અનેક દાતાઓ તરફથી મળી રહી છે દાનની સરવાણી

આ ટિફિન સેવા બદલ અનેક લોકોએ દાનની સરવાણી પણ વહાવી છે કોરોનાના કપરા સમયમાં લોકોને મદદરૂપ થવાના આ કાર્યને લોકોએ સરાહનીય ગણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details