ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના મોકર ગામે રણમાં ભરાયેલા પાણીમાં ત્રણ યુવાનો તણાયા, બેના મૃતદેહ મળ્યા - પોરબંદરના સમાચાર

ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિમાં પોરબંદરના મોકર ગામે રણમાં ભરાયેલા પાણીમાં ત્રણ યુવાનો તણાયા હતા જેમાંથી બેના મૃત દેહ મળ્યા છે.

પાણીમાં ત્રણ યુવાનો તણાયા
પાણીમાં ત્રણ યુવાનો તણાયા

By

Published : Aug 17, 2020, 3:26 PM IST

પોરબંદર: જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે પોરબંદર નજીકના મોકર ગામે આવેલા રણમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં એક ભેંસ તણાઈ જતા તેને બચાવવા જતા ચાર યુવાનો તણાઇ ગયા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે, જ્યારે ત્રણની શોધખોળ ચાલી રહી છે .NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. જોકે ઘટના સ્થળે પાણી અને કાદવના કારણે શોધખોળમાં વિલંબ થઈ રહ્યો હતો, ત્યારે રાણાવાવના પોલીસ સહિત તંત્ર બટાવ કાર્યમાં લાગી ગયું છે.

પાણીમાં ત્રણ યુવાનો તણાયા
તણાયેલા ત્રણ યુવાનો જેઓ બપોરના એક કલાકના સમયે ભેંસને બચાવવા જતા ગરક થઈ ગયા હતા. તેઓની શોધખોળ NDRFની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં પુંજા ભાયા કોડિયાતર, અરજણ રામા કોડિયાતરનો મૃતદેહ સોમવારે મળી આવ્યો હતો. ત્યારે ત્રીજા યુવાન બાવન પુંજા ગોસિયાના મૃતદેહની NDRF ટીમ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details