ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સમુદ્રમાં ત્રણ પીલાણા ડૂબ્યા, ત્રણ ખલાસીઓના મૃત્યુ - fishing in the sea

પોરબંદરઃ ગઈ કાલે બપોરે જિલ્લા નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા 19 જેટલા પિલાણામાંથી ત્રણ પિલાણા ડૂબી ગયા છે જેમાં કુલ ત્રણ ખલાસીઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે હજુ તે ત્રણ પિલાણા ના ત્રણ ખલાસીઓ દરિયામાં ગરકાવ થઇ જતા લાપતા બન્યા છે. તે સિવાય પણ 9 જેટલા પિલાણા અને 45 જેટલા ખલાસીઓનો હજુ સુધી સંપર્ક ન થતા માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ કોંગી અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયાએ મૃતક માછીમારોના પરિવારજનો અને ખારવા સમાજના આગેવાનોને મળીને આશ્વાસન આપ્યું હતું અને દરિયાઈ તોફાનનો ભોગ બનનાર પોરબંદરના માછીમારોના પરિવારજનોને રૂ. 8 લાખ, બોટ ગુમાવનારને નવી બોટ માટે સહાયની માંગ કરી હતી.

ત્રણ ખલાસીઓના મૃત્યુ

By

Published : Aug 11, 2019, 3:36 AM IST

પોરબંદરમાં શુક્રવારે 19 જેટલા પિલાણા નજીકના સમુદ્રમાં ફિશિંગ કરવા માટે ગયા હતા જેમાં દિનેશ સાગર નામનું પીલાણુ દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે ડૂબી ગયું હતું જેમાં સવાર બે ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે તો અન્ય એક પિલાણાના ખલાસીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. કુલ ત્રણ પિલાણા ભારે પવન અને વરસાદના કારણે દરિયામાં ગરકાવ થયા છે અને એક સાથે ત્રણ ખલાસીના મોત નીપજતા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ત્રણ ખલાસીઓના મૃત્યુ

હજુ પણ 9 જેટલા પિલાણા અને 45 જેટલા ખલાસીઓનો સંપર્ક થઇ શક્યો નથી તમામની શોધખોળ માટે કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી છે. ઈજાગ્રસ્ત થયેલ 6 ખલાસીઓને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખાતે ખસેડવામા આવ્યા છે. જ્યારે મૃત્યુ પામેલા ત્રણ માછીમારોના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બનાવના પગલે ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તેમજ બોટ એસોસીએશનના પ્રમુખ જીવનભાઈ જુંગી, ઉપપ્રમુખ વિશાલભાઈ મઢવી અને મંત્રી અશ્વિનભાઈ જુંગી ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ખારવા સમાજના આગેવાનો પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. માછીમારીની સીઝનનો હજુ વિધિવત પ્રારંભ થયો નથી ત્યારે હાલમાં વાતાવરણ ખરાબ હોવાથી અને હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારો દરિયો ખેડવા ન જાય તેવી વહીવટીતંત્ર અને કોસ્ટગાર્ડ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details