બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાતા આગામી 24 કલાકમાં વધુ સાઇક્લોનિક સર્ક્યુલેશન થશે જે લો પ્રેશરમાં તબદિલ થતા હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે. જેથી પોરબંદરના બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરમાં આવેલ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી ભરાયા હોવાથી આ તમામ પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્યાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગરબીનું આયોજન કરી શકાય. તો આગાહીના પગલે અનેક નવરાત્રી આયોજકોએ વેલકમ નવરાત્રીનું આયોજન મોફૂક રાખ્યું છે અને પોરબંદરના દરિયાકિનારે તમામ માછીમારો પોતાની બોટ લઈને પરત આવી ચૂક્યા છે.
પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી - heavy rainfall in saurashtr
પોરબંદરઃ વાતાવરણમાં અચાનક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી પોરબંદરના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
![પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4582883-thumbnail-3x2-pbr.jpg)
તદ્ઉપરાંત હવામાન વિભાગની સુચના અનુસાર સૌરાષ્ટ્રની આ સિસ્ટમ ઉપરાંત આજે રાત સુધીમાં બંગાળની ખાડીમાં જોરદાર લો પ્રેસર સર્જાશે. જેની અસર ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જોવા મળશે. પવનની દિશા અને ગતિ જો યથાવત જળવાઈ રહેશે તો, નવરાત્રી દરમિયાન મોટાભાગના દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની સુચના મુજબ કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી અને ગીર-સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.