પોરબંદરઃ શહેરના કડિયા પ્લોટમાં રહેતા 69 વર્ષની મહિલાને તથા રામ ટેકરી પાસે રહેતા 79 વર્ષના પુરુષને તથા ખાગેશ્રી ગામના 52 વર્ષની મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગુરૂવારના રોજ પોરબંદર જિલ્લામાંથી 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં કોરોના વાઇરસના વધુ ત્રણ કેસ નોંધાયા, બેના મોત - કોવિડ કેર સેન્ટર
પોરબંદરમાં આજે ગુરૂવારે 3 સપ્ટેમ્બર 2020ના રોજ વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 479 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે બે દર્દીઓના મોત થતા અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે થયેલો મૃત્યુઆંક 42 થયો છે.
![પોરબંદરમાં કોરોના વાઇરસના વધુ ત્રણ કેસ નોંધાયા, બેના મોત પોરબંદરમાં કોરોના વાઇરસના વધુ ત્રણ કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8666960-628-8666960-1599138248437.jpg)
પોરબંદરમાં કોરોના વાઇરસના વધુ ત્રણ કેસ નોંધાયા
પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 53 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 22 દર્દી સારવાર લઇ રહ્યા છે. કોવિડ કેર સેન્ટર ખાતે 5 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 22 જ્યારે હોમ આઇસોલેશન ખાતે 2 અને અન્ય જિલ્લા ખાતે કરેલ હોમ આઇસોલેશન 1 દર્દી છે. 1 દર્દીનો સ્ટેટસ રિપોર્ટ પેન્ડીંગ છે.