- શ્રી કૃષ્ણ અને જાંબુવતીના લગ્ન થયા હતા આ સ્થળ પર
- જાંબુવતી ગુફાના દર્શનાર્થે આવે છે અનેક પ્રવાસીઓ
- તાજેતરમાં સાંસદે પણ જાંબુવતી ગુફાની લીધી હતી મુલાકાત
રાણાવાવ નજીક આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફા સુધીનો રસ્તો રીપેર કરવા લોક માંગ ઉઠી - પોરબંદર
પોરબંદરના રાણાવાવ નજીક બરડા ડુંગર પાસે આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફાની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે. પરંતુ અહીં આવતા પ્રવાસીઓને રસ્તાના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે લોકોએ રસ્તો વહેલી તકે બની જાય તેવી માંગ કરી હતી.
પોરબંદર :જિલ્લાના રાણાવાવ નજીક બરડા ડુંગર પાસે આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફાની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે. પરંતુ અહીં આવતા પ્રવાસીઓને રસ્તા ના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રાણાવાવમાં આવેલ રેલવે ફાટકથી જાંબુવતી ગુફા સુધી જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માત થવાનો પણ ભય રહે છે. ત્યારે તાજેતરમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુકે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં લગભગ આ રસ્તો થઈ જવાની ખાતરી આપેલ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેને તકલીફ ન પડે તે માટે લોકોએ પણ આ રસ્તો વહેલી તકે બની જાય તેવી માંગ કરી છે.