- સાયકલ ચલાવી ભારતની યાત્રા કરનારો યુવાન પોરબંદર પહોંચ્યો
- યુવાન ગામે ગામ જઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ત્યાગ કરવાનો આપી રહ્યો છે સંદેશ
- વિદેશમાંથી નોકરી છોડી ગામે ગામ જાગૃતિ અભિયાન ફેલાવ્યું
- 17 સપ્ટેમ્બર 2019થી શરૂ કર્યું હતુ આ અભિયાન
પોરબંદરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવાની અપીલ કરી હતી. જેને લઈ યુરોપમાં નોકરી કરી રહેલી ભારતીય યુવાનોને પણ થઈ હતી અને તેનાથી પ્રભાવિત થઇ તેણે વિદેશમાં નોકરી છોડી ભારતમાં લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાનમાં જોડાવા સાયકલ યાત્રા શરૂ કરી છે.
ગાંધીનગરથી સાયકલ પર દેશની યાત્રા શરૂ કરી 17 સપ્ટેમ્બર 2019 ના રોજ ગાંધીનગરથી સાઈકલ પર દેશની યાત્રા શરૂ કરનારા બ્રજેશ શર્મા નામનો આ યુવાન દેશભરના લોકોને હજારો કિલોમીટર સાયકલ યાત્રા કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશો આપી રહ્યો છે. પોતાના આ અભિયાનમાં બ્રજેશકુમાર શનિવારે ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતે પહોંચ્યો હતો. જ્યા ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. ગાંધીજીના જન્મ સ્થળે શાંતિની અનુભૂતિ થઈ હતી. ગાંધીજીએ દુનિયા અને દેશભરમાં સંદેશો ફેલાવ્યો હતો. આથી આ યુવાને પણ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી આ યાત્રા શરૂ કરી છે.
સાયકલ લઈ યુવાન નીકળી પડ્યો છે ભારત ભ્રમણમાંબ્રજેશ શર્મા નામના યુવાને જણાવ્યું હતું કે, તે જ્યાં જાય છે ત્યાં કોઈ રહેવાનું કે જમવાનું ફિક્સ નથી હોતું, જે મળે તેમાંથી ચલાવી લેવાનું જે શહેર કે ગામમાં રહે ત્યાં કોઈ આશ્રમ કે મંદિર હોય તો ત્યાં રાતવાસ કરી ફરી સવારે સાયકલ લઈ આગળના મુકામે જવાનું શરૂ કરે છે . 7 રાજ્યોમાં 22 હજાર કિમીની સાયકલ સફર કરી7 રાજ્યોમાં સાયકલ પરિભ્રમણ કરી ગુજરાતમાં આવેલા આ યુવાને અત્યાર સુધીમાં 22,000 કિમિ સાયકલથી સફર ખેડી છે અને પોરબંદરથી તે દ્વારકા જવા રવાના થશે ત્યાર બાદ રાજકોટ જશે તેમ આ યુવાને જણાવ્યું હતું. સાયકલ ચલાવી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'ના સંદેશા સાથે ભારત ભ્રમણ કરનારો યુવાન ગાંધી જન્મ ભૂમિ પહોંચ્યો