ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં મહિલા હેલ્પલાઈને બિહારી યુવતીનું પરિવાર સાથે કરાવ્યું મિલન - 181 મહિલા હેલ્પલાઈન અભયમ્

પોરબંદરના રાણા કંડોળા ગામમાં એક અજાણી પરપ્રાંતીય મહિલા પેટ્રોલ પંપ પાસે જોવા મળી હતી. એટલે લોકોએ મહિલા હેલ્પલાઈન 181 અભયમ્ પર જાણ કરી હતી. મહિલાને પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી. આ મહિલા મૂળ બિહારની હોવાનું સામે આવ્યું હતું. મહિલા સખી વન સ્ટોપ સેન્ટરે મહિલાને તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.

પોરબંદરમાં મહિલા હેલ્પલાઈને બિહારી યુવતીનું પરિવાર સાથે કરાવ્યું મિલન
પોરબંદરમાં મહિલા હેલ્પલાઈને બિહારી યુવતીનું પરિવાર સાથે કરાવ્યું મિલન

By

Published : Oct 31, 2020, 7:08 PM IST

  • પોરબંદરમાં પેટ્રોલ પંપ પાસેથી અજાણી પરપ્રાંતીય મહિલા મળી
  • આસપાસના લોકોએ મહિલા હેલ્પલાઈનમાં મહિલા અંગે જાણ કરી
  • મૂળ બિહારની યુવતી પ્રેમ સંબંધના કારણે પોરબંદર આવી હતી
  • યુવતીને 35 દિવસ સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી
  • 35 દિવસ બાદ મહિલાનું પરિવાર સાથે કરાવવામાં આવ્યું મિલન

પોરબંદરઃ રાણા કંડોળા ગામમાં આવેલા પેટ્રોલ પંપ પાસે એક અજાણી મહિલા દેખાઈ હતી. આથી લોકોએ મહિલા હેલ્પલાઈન 181ને ફોન કરી મહિલાને પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટર પહોંચાડી હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મહિલાનું નામ પંડિત બીનાદેવી પવનસિંહ છે અને તે બિહારના મુઝફ્ફર જિલ્લાના ઢોલી આંસરડા ગામની રહેવાસી છે, પરંતુ કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે યુવક યુવતીને ગુજરાત લાવ્યો હતો અને તરછોડી દીધી હતી.

પોરબંદરમાં મહિલા હેલ્પલાઈને બિહારી યુવતીનું પરિવાર સાથે કરાવ્યું મિલન

પરિવારજનોએ વન સ્ટોપ સેન્ટરનો માન્યો આભાર

બિહારના મુઝફ્ફરપૂરમાં સખી વન સ્ટોપ સેન્ટરની મદદ લઈ આ મહિલાના પરિવારની માહિતી મેળવી હતી, પરંતુ મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મહિલાને લેવા આવી શકે તેમ ન હતું. આથી વન સ્ટોપ સેન્ટર પોરબંદર મારફતે બહેનને લેવા માટે તેમના બનેવીની આવવાની તેમ જ બહેન અને તેના બનેવીને જવાની ટિકિટ કરાવી આપવામાં આવી હતી. આ સાથે રસ્તામાં ખર્ચની પણ સગવડતા કરવામાં આવી હતી. બિહારની બીનાદેવી છેલ્લા 35 દિવસથી પોરબંદરના સેન્ટરમાં આશ્રય આપ્યા બાદ તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ શક્તિ વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details