ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ભાજપના ઉમેદવાર રમેશ ધડુકની  જીતનું  નીકળ્યું વિજય સરઘસ - Gujarat

રાજકોટઃ સૌરાષ્ટ્રની 7 બેઠક પર ભાજપનું કમળ ખીલી ગયું છે, ત્યારે ભાજપમાં ચારેય તરફ જીત મનાવવામાં આવી રહ્યો છે. પોરબંદર લોકસભા સીટ ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકને 2.25 લાખથી વધુ મતે વિજય થતા પોરબંદરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

લોકસભા ભાજપના ઉમેદવાર રમેશ ધડુકના  જીતનું  નીકળ્યુ વિજય સરઘસ

By

Published : May 24, 2019, 7:43 AM IST

રમેશભાઈ ધડુકની ગાડીને ફુલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. પોરબંદર વિસ્તારમાં ભાજપ પરિવાર દ્વારા કમલાબાગથી સુદામા ચોક સુધી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બાઈક રેલી સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રમેશભાઈ ધડૂક, જયંતીભાઈ ઢોલ, બાબુભાઇ બોખીરિયા, જયેશભાઇ રાદડિયા, દેવાભાઈ માલમ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના લોકો જોડાઈ મતદારોનું અભિવાદન કર્યું હતું.

લોકસભા ભાજપના ઉમેદવાર રમેશ ધડુકના જીતનું નીકળ્યુ વિજય સરઘસ

ABOUT THE AUTHOR

...view details