પોરબંદર: આજે અક્ષય તૃતીયાના દિવસે પોરબંદરમાં કૃષ્ણ શાખા સુદામાના મંદિરમાં સુદામા અને સુશીલા જીની મૂર્તિના ચરણ સ્પર્શનો અનોખો મહિમા જ છે. આજના દિવસે ચરણ સ્પર્શ માટે મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તોની ભીડ સુદામા મંદિરે ઊમટી હતી. અહીં ગર્ભગૃહ મધ્યે શ્રીસુદામાજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આજના દિવસે સુદામા તેના સખા શ્રીકૃષ્ણને મળવા ગયા હતા:પૌરાણિક કથા મુજબ પોરબંદરમાં રહેતા ગરીબ સુદામા આજના દિવસે તેમના સખા શ્રી કૃષ્ણને મળવા ગયા હતા. તેઓની પત્ની સુશીલાએ પાડોશી પાસેથી તાંદુલ લઈને આપ્યા હતા જે તેઓ સાથે લઈ ગયા હતા અને શ્રી કૃષ્ણએ આ તાંદુલનો પ્રસાદ લીધો હતો. ત્યારથી આ મંદિર માં તાંદુલનો પ્રસાદ આપવામાં આવે છે અને અક્ષય તૃતિયાના દિવસે સુદામાની મૂર્તિને ભક્તો ચરણ સ્પર્શ માટે મંદિરમાં અંદર પ્રવેશવા દેવામાં આવે છે.
ભજન કીર્તન સાથે કરે છે ભક્તો સુદામાના દર્શન:આજરોજ અક્ષયતૃતીયાના દિવસે ભગવાન કૃષ્ણના સખા સુદામાના ચરણ સ્પર્શ કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. આજે સવારે 8.30 વાગ્યેથી રાત્રીના 11 કલાક સુધી દર્શન ખુલા મુકવામાં આવે છે અને ભક્તો ધૂન, ભજન અને કીર્તન કરતા કરતા સુદામાના દર્શન કરવા આવે છે. પૂજારી ઘનશ્યામ રામાવતે જણાવ્યું હતું કે વર્ષો પહેલા સુદામા મંદિર નાનું હતું. અહીં નાટક મંડળીએ ફાળો કર્યો હતો તથા અહીંના રાજાએ જમીન આપી અને મોટું મંદિરનું નિર્માણ કર્યું હતું.