ગુજરાત

gujarat

ETV Bharat / state

વણાંકબારાની બોટમાં આગ લાગતા છ માછીમારોનો આબાદ બચાવ, એક લાપતા - પોરબંદર ન્યુઝ

પોરબંદરથી 25 નોટીકલ માઈલ દુર દરિયામાં રાત્રે ચાર વાગ્યે વણાંકબારાની બોટમાં આગ લાગતા બોટમાં રહેલા સાતેય ખલાસી જીવ બચાવવા દરિયામાં કુદી પડ્યા હતા. જેમાંથી છ ખલાસીઓનો જીવ બચી ગયો હતો, જયારે એક ખલાસી હજુ લાપતા છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Jan 22, 2020, 9:45 PM IST

પોરબંદરઃ તારીખ 22 જાન્રોયુઆરીના રોજ વણાંકબારામાં શૈલેશકુમાર દેવજી આંજણીની માલિકીની ધનંજય નામની ફિશિંગ બોટ વહેલી સવારે આશરે 4 કલાકે પોરબંદર સામેનાં દરિયામાંથી આશરે 25 નોટીકલ માઈલ દુરથી દ્વારકા તરફ માછીમારી કરવા માટે જઈ રહી હતી, તે દરમિયાન અચાનક એન્જિન રૂમના ભાગમાંથી ધુમાડા નિકળતા બોટના ટંડેલના ધ્યાન પર આવતા ખલાસીઓને એન્જીન રૂમમાં જોવા માટેની સુચના આપી હતી, ત્યારબાદ ખલાસીઓએ એન્જિન રૂમમાં જોતા અંદરના ભાગે આગ લાગી હતી.

વણાંકબારાની બોટમાં આગ લાગતા છ માછીમારોનો આબાદ બચાવ, એક લાપતા

આ બાબતે ટંડેલ દ્વારા આગને તાત્કાલિક ધોરણે કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ અંદરના ભાગે ડીઝલનો જથ્થો પણ પડેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગને ઓલવવા પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ખલાસીઓ તેમનો જીવ બચાવવા માટે સેફટી માટે ફ્લોટીંગ ગોળાની મદદથી 7 ખલાસીઓ દરિયામાં કુદી પડ્યા હતા. તેમાંથી એક ખલાસી મહારાષ્ટ્રનો અવિનાશ સોમન નામના ખલાસીના હાથમાં ગોળો ન આવતા તે દરિયામાં ડૂબવા લાગ્યો હતો. પરંતુ અંધારાના કારણે તેને બચાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. જયારે અન્ય છ ખલાસીઓને નજીકમાં રહેલા સગુણા નામની બોટ મદદે આવી જતા 6 ખલાસીઓને દરિયામાંથી બચાવી લેવાયા હતા અને એક ખલાસી દરિયામાં ડુબી ગયો હતો.
જેની અન્ય બોટો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જયારે બચાવી લેવાયેલા છ ખલાસીઓ જેમાં ટંડેલ દિલીપ છગન દરી તથા અન્ય પાંચ ખલાસીઓમાં પરેશ પ્રવીણભાઈ ગોહેલ , જેન્તી વિરાભાઈ વાજા ,દેવુ નવશાભાઈ હાડલ ,હાર્દિક પ્રેમજીભાઈ દરી ,ભરત છગનભાઈ દરીને બોટ દ્વારા બપોરના સમયે પોરબંદરના બંદર પર લઈ આવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details