- બજેટમાં ટેક્સેશનમાં ફાયદા આપવામાં આવ્યા છે
- ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટીથી થશે લોકોને ફાયદો
- બજેટનું ઇમ્પ્લીમેન્ટેશન નથી થઈ રહ્યું
- શિક્ષણના વ્યાપારી કરણને રોકવું જરૂરી
આજે વર્ષ 2021નું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ અંગે ETV BHARAT દ્વારા પોરબંદર જિલ્લાના લોકોની બજેટ અંગેની પ્રતિક્રિયા જાણવામાં આવી હતી.
બજેટ પર પોરબંદર જિલ્લાના લોકોની પ્રતિક્રિયા બજેટમાં ટેક્સેશનમાં ફાયદા આપવામાં આવ્યા છે
આ અંગે પોરબંદરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢાએ જણાવ્યું હતું કે, બજેટમાં ટેક્સેશનમાં ફાયદા આપવામાં આવ્યા છે. 75 વર્ષથી વઘુ ઉંમરના માટે ટેક્સ ભરવામાં મુક્તિ આપવામાં આવી છે, જે લાભકારી છે. આ ઉપરાંત બિઝનેસ હોલ્ડરો માટે ટેક્સની 5 કરોડની મર્યાદા હતી. જે હવે વધારીને ૧૦ કરોડ કરવામાં આવી છે. જેથી તેમને ઓડિટમાં રાહત મળી છે અને જુના 6 વર્ષ સુધીના કેસ રિઓપન કરી શકાતા પરંતુ હવે તેની લિમિટ ઘટાડી ત્રણ વર્ષ કરવામાં આવી છે.
બજેટના આંકડાઓ પ્રમાણે ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી
આ અંગે પોરબંદરની વી.જે.મદ્રેસા સ્કૂલના ટ્રસ્ટી ફારૂક સૂર્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવે છે, પરંતુ આંકડાઓ રજૂ કરવામાં આવે છે તે પ્રમાણેનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી. મોટાભાગની માત્ર જાહેરાત જ રહે છે. આ સાથે જ શિક્ષણ લોક કલ્યાણ મહિલા ઉત્કર્ષ માટે ફાળવણી કરવામાં આવે છે, પરંતુ દર વર્ષની જેમ શિક્ષણમાં બદલાવ આવતો નથી. દર વર્ષે વ્યાપારીકરણમાં વધારો થતો જાય છે. જેથી ઉચ્ચ શિક્ષણ મેળવવું નાના વર્ગના બાળકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.