- 8 મહિના પહેલા બનેલા રોડની હાલત ખૂબ જ ખરાબ
- Private Contractorએ ભ્રષ્ટાચાર આચરી રોડનું ખરાબ કાર્ય કર્યું
- કામના રકમની ચુકવણી કરીને Contractorને Black list કરવા રજૂઆત
પોરબંદર : National High Wayથી કુતિયાણા શહેરને જોડતો રોડ 8 મહિના પહેલા બન્યો હતો. પરંતુ આ રોડની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. આઠ મહિના પૂર્વે મંજૂર થયેલા આ રસ્તાનું કામ Private Contractorને બેફામ ભ્રષ્ટાચાર આચરીને ગુણવત્તા વગરનું ટેન્ડરના નિયમોને નેવે મૂકીને ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : લગ્ન પ્રસંગમાં બેન્ડવાજા અને ઢોલ વગાડવાની મંજૂરી આપવાની માગ સાથે માલપુર મામલતદારને આવેદનપત્ર અપાયું
કુતિયાણા નગરપાલિકાના Chief Officerને આવેદન પત્ર પાઠવ્યું
કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું કે, કુતિયાણા નગરપાલિકાના Chief Officerને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ બાબતે રસ્તાના કામ કરનારા Private Contractor, બિલ મંજૂર કરનાર નગરપાલિકાના એન્જિનિયર તથા સુપરવાઇઝર અને અન્ય જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને Contractor પાસેથી આ કામના રકમની ચુકવણી કરવા તેમજ કાયમી ધોરણે આ Contractorને Black list કરવા રજૂઆત કરી હતી.