- 45 વર્ષથી ઉપરના જ લોકોને અપાઈ રહી છે વેક્સિન
- બે દિવસ પહેલા તમામને અપાતી હતી વેક્સિન
- STના યુવા કર્મચારીઓને કોરોના વેક્સિન આપવા કરાઈ રજૂઆત
પોરબંદરઃ કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરમાં રાજ્ય સરકારની સૂચના મુજબ ઠેર ઠેર કોરોના વેક્સિન કેમ્પ શરૂ થઈ ગયા છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા કોરોના વેક્સિન લેવી જરૂરી છે. આજે ગુરુવારે પોરબંદરના ST બસ ડેપો ખાતે પણ કોરોના વેક્સિન કેમ્પ યોજાયો હતો અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ વેક્સિન લીધી હતી.
બે દિવસ પહેલા તમામને અપાતી હતી વેક્સિન આ પણ વાંચોઃ વેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી
પોરબંદરમાં ST કર્મચારીઓ માટે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતુ
પોરબંદરમાં ST કર્મચારીઓ માટે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતું પરંતુ બે દિવસ પહેલા તમામ લોકોને વેક્સિન આપવામા આવતી હતી ત્યારે આજે ગુરુવારે યોજાયેલા કેમ્પમાં માત્ર 45 વર્ષથી ઉપરના જ કર્મચારીઓને વેક્સિન અપાઈ હતી. 45 વર્ષથી નીચેના કર્મચારીઓને વેક્સિન ન આપવામા આવતા પોરબંદર ST કર્મચારી સંગઠનના પ્રતિનિધિએ 45 વર્ષથી નીચેના કર્મચારીઓને કોરોના વેક્સિન આપવામાં આવે તેવી માંગ કરી હતી.
પોરબંદરમાં ST કર્મચારીઓ માટે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતુ આ પણ વાંચોઃ જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો