પોરબંદરઃ જિલ્લામાં છાયા સંયુક્ત નગરપાલિકાનો ચાર્જ પોરબંદર પ્રાંત અધિકારીએ સંભાળ્યો છે. છાયા સંયુક્ત નગરપાલિકાનો દરજ્જો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નગરોના આયોજનબદ્ધ અને ઝડપી વિકાસને વધુ વેગ આપવા રાજ્યની ત્રણ પાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલિકામાં સમાવિષ્ટ કરી સંયુક્ત નગરપાલિકાની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકાનો સમાવેશ કરાયો છે.
છાયા સંયુક્ત નગરપાલિકાનો ચાર્જ પોરબંદરના પ્રાંત અધિકારીએ સંભાળ્યો
પોરબંદરમાં છાયા સંયુક્ત નગરપાલિકાનો ચાર્જ પોરબંદર પ્રાંત અધિકારીએ સંભાળ્યો છે. છાયા સંયુક્ત નગરપાલિકાનો દરજ્જો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નગરોના આયોજનબદ્ધ અને ઝડપી વિકાસને વધુ વેગ આપવા રાજ્યની ત્રણ પાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલિકામાં સમાવિષ્ટ કરી સંયુક્ત નગરપાલિકાની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકાનો સમાવેશ કરાયો છે.
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા નામાભિધાન સાથે મુખ્ય મથક પોરબંદર રહેશે. આ નગરપાલિકાના વહીવટદાર તરીકે પોરબંદરના પ્રાંત અધિકારી કેવી બાટીની નિમણૂક કરવામાં આવી છે.
આ સંદર્ભે પ્રાંત અધિકારી કેવી ભાટીએ જણાવ્યું હતું કે, મંગળવારને 23 તારીખના રોજ વિધિવત રીતે પોરબંદર અને ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પાસેથી નગરપાલિકાનો હવાલો પ્રાંત અધિકારી તરીકે સંભાળ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, પોરબંદર નગરપાલિકામાં કુલ 11 વૉર્ડ આવેલા છે, જેમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 1,90,000 તેમજ છાયામાં ૭ વોર્ડ આવેલા છે, જેમાં અંદાજીત 60,000 જેટલી વસ્તી થઈને કુલ વસ્તી 2,50,000 જેટલી વસ્તી થાય છે. જેથી લોકોને સ્પર્શતી અગત્યની બાબતો પાણી લાઇટ અને સફાઈના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ સામાન્ય નાગરિક પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને જે તે બાબતના ગુણ દોષ જોઈને પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.