- પોરબંદર -હાવડા સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન હવે 31 ડિસેમ્બર સુધી ચાલશે
- યાત્રીઓની સુવિધાઓ માટે રેલવે પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય
- સ્પેશિયલ ટ્રેનની કુલ 20 ટ્રીપ ચાલશે
પોરબંદર : યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર-હાવડા સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ પેસેન્જર ટ્રેનને વિસ્તારીત કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન હવે 31 ડિસેમ્બર 2020 સુધી ચાલશે.
નંબર 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન આ પ્રમાણે ચાલશે
ટ્રેન નંબર 09205 પોરબંદર-હાવડા દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પોરબંદરથી પ્રત્યેક બુધવારે અને ગુરૂવારે ચાલતી ટ્રેન 2, 3, 9, 10, 16, 17, 23, 24, 30 અને 31 ડિસેમ્બરે પણ ચાલશે. આમ આ ટ્રેનની 10 ટ્રીપ ચાલશે. આ ટ્રેન પોરબંદરથી સવારે 8.50 કલાકે ઉપડી ત્રીજા દિવસે 3.15 કલાકે હાવડા જંકશન પહોચશે.