ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર વનવિભાગે સસલાનો શિકાર કરનારને ઝડપી પાડ્યો - Porbandar latest news

પોરબંદરના કેશવ ગામમાં પોલીસે એક શખ્સને એક મૃત સસલુ અને 2 સુતરાના મોટા મેવટા સાથે ઝડપી પાડ્યો હતો.

Porbandar, Etv Bharat
Porbandar

By

Published : May 28, 2020, 9:31 PM IST

પોરબંદરઃ જિલ્લાના કેશવ ગામના રેવન્યુ વિસ્તારમાં તારીખ 28 મે ના રોજ બગવદરમાં રહેતો નવઘણ પરબત પરમાર પ્લાસ્ટીકની બેગમાં સસલાનો ગેરકાયદેસર શિકાર કરી લઇ જતો હતો.

આ દરમિયાન વનવિભાગના કર્મચારીઓ તેને ઝડપી પાડ્યો હતો. પોલસે તેની તપાસ કરતાં બેગમાંથી એક મૃત સસલુ અને સુતરાના મોટા મેવટા નંગ 2 ગેરકાયદેસર શિકાર કરેલા મળી આવ્યાં હતાં.

આ બાબતે નાયબ વન સંરક્ષક ડી જે પંડ્યાના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 કલમ નંબર-9 મુજબ ગુનો નોંધી આ શખ્સ પાસેથી એડવાન્સ દંડ 25000 વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details