- પોલીસ દ્વારા સાયક્લોન સેન્ટરની મુલાકાત લેવાઈ
- પોરબંદર કુદરતી આફત સમયે રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનોથી સજ્જ
- બચાવ કામગીરી માટે તરવૈયાઓનું અલગ અલગ ગ્રુપ બનાવાયું
- જરૂરી જણાય તેવા લોકોને સુરક્ષિત જગ્યાએ અથવા તો સાયક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવા જણાવાયું
પોરબંદર : ગુજરાત રાજ્ય પર આગામી 16/5/2021થી 18/5/2021 સુધી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા તેમજ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ અંગે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ તમામ થાણા અધિકારીઓને પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને વાવાઝોડા અંગે ગંભીરતા સમજાવવા સૂચના કરી હતી. જે અંગે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને માહિતી આપી હતી કે જે લોકો નીંચાણવાળા વિસ્તારમાં રહે છે કે, જ્યાં પાણી ભરાવાની વધારે શક્યતા હોય તેમ જ કોઈ પરિવાર જર્જરિત મકાનમાં વસવાટ કરતા હોય તેઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા જણાવાયું છે. તેમજ વૃદ્ધો તેમજ શારીરિક અશક્ત લોકો અને ગર્ભવતી મહિલાઓને પહેલેથી જ સુરક્ષિત જગ્યાએ અથવા તો સાયક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવા જણાવાયું છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હવાઇમથકો દ્વારા તકેદારીના પગલાં લેવાયા
પોરબંદર જિલ્લા પોલીસે કુદરતી આફતો વખતે ઉપયોગમાં લેવાતા સાધનો સાથે રિહર્સલ હાથ ધરાઈ