ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ - Dinner was held at the village of Porbandar Viswada

પોરબંદર: તાલુકાના વિસાવાડા ગામે પોરબંદર કલેકટર ડી.એન. મોદીના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઇ હતી. ગામના સમુહિક પ્રશ્નો સ્થળ પર જ નિરાકરણ લાવી શકાય. તે માટે તથા સરકારની જન હિતકારી વિવિધ યોજનાઓથી સ્થાનિકોને વાકેફ કરી શકાય તે હેતુથી ગામડાઓમાં રાત્રી સભા યોજવામાં આવે હતી.

પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઇ

By

Published : Nov 20, 2019, 7:49 PM IST

પોરબંદર જિલ્લા કલેકટરે વિસાવાડા ગામે લોકોનાં પ્રશ્નો સાંભળીને સબંધિત અધિકારોને હલ કરવા સુચનાઓ આપી હતી. રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે અડવાણીએ સરકારીની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગામ લોકોને અનુરોધ કર્યો હતો. પ્રાંત અધિકારી કે.વી.બાટી મામલતદાર કચેરીમાં ચાલતી વિવિધ યોજનાઓથી લોકોને વાકેફ કર્યા હતા.

પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઇ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી. ધાનાણીએ ગ્રામીણો માટે ઉપયોગી વિવિધ યોજના, સ્વચ્છતા, મનરેગા વગેરે અંગે વિસ્તારથી સમજ આપી હતી. પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષીએ મહિલાઓઓ માટે કાર્યરત યોજનાઓની માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન પરમારે ખેતીને લગતી વિવિધ યોજના, સબસીડી બાબતે લોકોને માહિતગાર કર્યા હતા. રાત્રીસભામાં તાલુકા અને જિલ્લાના અધિકારીઓ તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details