- કાશ્મીર પ્રવાસે ગયા હતા તે સમયે ખેચેંલી વૃધ્ધ વ્યક્તીની તસ્વીર માટે મળ્યો એવોર્ડ
- એવોર્ડ વિનરને રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપવામાં આવે છે
- 2013 માં લલિત કલા અકાદમી દ્વારા સનત સંશોધન એવોર્ડ પણ મળ્યો હતો
પોરબંદરઃ ફોટોગ્રાફી એક કળા છે ત્યારે રાજ્યમાં વિવિધ કળાને પ્રોત્સાહન કરવા માટે લલિત કલા એકેડમી દ્વારા દર વર્ષે ફોટોગ્રાફી સ્પર્ધા યોજાતી હોય છે. જેમાં પોરબંદરના પુનીત જયેન્દ્ર કારિયાએ તેઓના કાશ્મીરના પ્રવાસ દરમિયાન કરેલી ફોટોગ્રાફીનો એક વૃદ્ધ વ્યક્તિનો ફોટો લલિત કલા એકેડમીના 61માં કલા પ્રદર્શનમાં પસંદગી પામ્યો છે. જેમાં પુનિતભાઈના ફોટોગ્રાફનું સિલેક્શન થયું અને તેમને એવોર્ડ મળ્યો છે. એવોર્ડમાં પ્રથમ બે વિજેતાઓને 10,000 રોકડ તથા પુરસ્કાર આપવામાં આવે છે.
450 જેટલી પક્ષીઓની પ્રજાતીની ફોટોગ્રાફી કરી
પુનિત જયેન્દ્ર કારિયાને વિવિધ ફોટોગ્રાફીનો શોખ છે, જેમાં તેઓને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી વધુ પસંદ છે. ભારતમાં 1300થી વધુ પક્ષીઓની પ્રજાતિ છે, જેમાં પોરબંદરમાં જ 250 જેટલી પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે. પુનિતભાઈ કારિયા 250 પક્ષીઓની પ્રજાતિ ઉપરાંત દેશમાં હિમાચલ પ્રદેશ, લદાખ, કાશ્મીર, ટંડોલા, ટાઈગર સેન્ચ્યુરી, મહારાષ્ટ્ર સુંદરવન, ભીતર, કનિકા ઓરિસ્સા સહિતના સ્થળોએ તેમના મિત્ર ચંદ્ર મૌલી ગાંગુલી સાથે ફોટોગ્રાફી કરી 450 જેટલી પક્ષીઓની પ્રજાતિઓની ફોટોગ્રાફી કરેલી છે. ઉપરાંત 400 સ્તનધારી (મેમલ્સ) એનિમલની ફોટોગ્રાફી કરી છે.
છેલ્લા 8 વર્ષથી કરી રહ્યા છે ફોટોગ્રાફી
પોરબંદરમાં કેટરિંગનો વ્યવસાય ધરાવતા પુનિતભાઈને ફોટોગ્રાફીનો અદભુત શોખ છે. તેઓ છેલ્લા 8 વર્ષથી ફોટોગ્રાફી કરે છે. તો પુનિતભાઈએ કરેલી ફોટોગ્રાફીનું પોરબંદરમાં આવેલા નટવરસિંહ આર્ટ ગેલેરી ખાતે બે વખત પ્રદર્શન પણ યોજાયુ છે. જેમાં પણ લોકોએ ફોટોગ્રાફીની સરાહના કરી હતી. લોકો અને મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ વરસી રહી છે.
61માં કલા પ્રદર્શન સ્પર્ધામાં ફોટોગ્રાફી વિભાગમાં પોરબંદરના ફોટોગ્રાફરને એવોર્ડ મળ્યો