પોરબંદરના અસમાવતી રિવરફ્રન્ટમાં લોકોને મળશે બોટિંગની સુવિધા - અસમાવતી રિવરફ્રન્ટ પોરબંદર
પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે વધારો કરવામા આવી રહ્યો છે. ત્યારે લોકોને મનોરંજન મળી રહે તે માટે પોરબંદરના અસમાવતી રિવરફ્રન્ટમાં બોટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદના રિવર ફ્રન્ટ બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ એવા અસમાવતી રિવરફ્રન્ટમાં પણ લોકોને આકર્ષે તેવી બોટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આબુના નકી લેકની બોટિંગ સિસ્ટમ જેવી જ આબેહૂબ સુવિધાઓનું પોરબંદરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેનું શહેરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ અસમાવતી રિવરફ્રન્ટમાં 8 જેટલી બોટ તથા બે ડેઝર્ટ બાઇક અને જમ્પિંગ જેક હિંચકાઓનું ગુરુવારે લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા ,પાલિકા પ્રમુખ અશોક ભદ્રેચા જિલ્લા કલેકટર ડી એન મોદી, નાયબ અધિક કલેકટર તન્ના, ચીફ ઓફિસર આર. જે. હુદડ સહિતના હોદ્દેદારોએ બોટિંગ બાઇક રાઈડિંગની સુવિધાઓની મજા માણી હતી.