પોરબંદરઃ દરિયા કિનારે વસેલા પોરબંદર શહેર કલાકારોની દ્રષ્ટીએ પણ સમૃદ્ધ છે. પોરબંદરના જેમાં ચાર વર્ષની ઉંમરથી પેઇન્ટિંગનો શોખ ધરાવતા આર્ટિસ્ટ વિનીષા રૂપારેલે અલગ અલગ પથ્થરો પર આધુનિક શૈલીથી પશુ, પક્ષીઓ અને જીવજંતુઓના 500 જેટલા પેબલ પેઇન્ટિંગ બનાવ્યા છે. તેમની આ વિશેષ કલાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
પોરબંદરની પેબલ પેઇન્ટિંગ આર્ટીસ્ટને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું - કોરોના વાઇરસ
પોરબંદરની પેબલ પેઇન્ટિંગ બનાવનારી આર્ટીસ્ટને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. પેબલ પેઇન્ટિંગ વિનીષાએ નાના પથ્થરો પર 500 જેટલા ચિત્રો બનાવ્યા છે. જે કારણે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.
અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાએ 4 એક્ઝિહિબિશન કરનારી IIM અમદાવાદની પૂર્વ વિદ્યાર્થિની છે. વિનીષા જણાવ્યું કે, દરેક વ્યક્તિમાં કંઈકને કંઈક કલા છૂપયેલી હોય છે, યોગ્ય સમયે માણસે આ કલાને બહાર લાવવી જોઈએ. હાલ કોરોના વાઇરસના સંક્રમણને રોકવાનો એક રસ્તો એ પણ છે કે, આપણે શક્ય હોય, ત્યાં સુધી ઘરે જ રહીએ અને પોતાને ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ.
છેલ્લા 10 વર્ષથી ત્રણથી સાડા ત્રણ ઇંચના પથ્થરો પર માછલી, પતંગિયું, ટાઇગર, બિલાડી, ગાય, હરણ, સહિત જુદા જુદા પશુપક્ષી, જીવજંતુઓના 89 પ્રકારના 500 જેટલા ચિત્રો બનાવીને વિશેષ ઓળખ મેળવનારા પોરબંદરની આ દીકરી અન્ય યુવા કલાકારો માટે પ્રેરણારૂપ બની છે.