ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ચિત્રકારે વિશ્વભરમાં કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામ કરતી મહા રંગોળી બનાવી - Rangoli at Asha Children's Hospital

હિંદુ સંસ્કૃતિમાં રંગોળીનું અનોખુ મહત્વ છે. દિવાળીના તહેવારમાં લોકો ઘરનાં આંગણાંમાં લક્ષ્મીજીને આવકારવા રંગોળી કરે છે, ત્યારે સામાન્ય રીતે લોકો રંગોળીમાં દેવી-દેવતાઓ અને આકર્ષક પેટન વાળી રંગોળી બનાવતા હોય છે, પરંતુ પોરબંદરના એક ચિત્રકારે કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામી પાઠવતી રંગોળી બનાવી છે. રંગોળી દ્વારા અનોખો સંદેશો પણ પાઠવ્યો છે, જેમાં કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવા અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ પણ કરાઈ છે.

પોરબંદરના ચિત્રકારે વિશ્વભરમાં કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામ કરતી મહા રંગોળી બનાવી
પોરબંદરના ચિત્રકારે વિશ્વભરમાં કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામ કરતી મહા રંગોળી બનાવી

By

Published : Nov 14, 2020, 11:09 PM IST

  • ચિત્રકારે કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામ કરતી રંગોળી બનાવી
  • રંગોળી દ્વારા અનોખો સંદેશો પાઠવ્યો
  • રંગોળી બનાવવા 8 કલાકનો સમય લાગ્યો

પોરબંદરઃ શહેરમાં એક ચિત્રકારે કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામી પાઠવતી રંગોળી બનાવી છે. રંગોળી દ્વારા અનોખો સંદેશો પણ પાઠવ્યો છે, જેમાં કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવા અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ પણ કરાઈ છે.

પોરબંદરના ચિત્રકારે વિશ્વભરમાં કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામ કરતી મહા રંગોળી બનાવી

રંગોળી બનાવવા 8 કિલો કલર વાપરવામાં આવ્યો

સામાન્ય રીતે રંગોળી કરવામાં બે થી ત્રણ કલાકનો સમય લાગતો હોય છે. જ્યારે આ મહા રંગોળી બનાવવામાં ચિત્રકાર રાણા ટીંબાને 8 કલાકનો સમય લાગ્યો હતો. આ રંગોળી બનાવવામાં 8 કિલો જેટલો કલર વાપરવામાં આવ્યો છે. રાણા ટીંબાની આ કામગીરીને તબીબી સ્ટાફે પણ સરાહનીય ગણાવ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો. આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં બનાવેલી આ મહા રંગોળી જોવા અનેક લોકો આવી રહ્યા છે.

પોરબંદરના ચિત્રકારે વિશ્વભરમાં કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામ કરતી મહા રંગોળી બનાવી

ABOUT THE AUTHOR

...view details