ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં શીત લહેરની શરુઆત, લોકો ગરમ કપડામાં જોવા મળ્યા

ઋતુચક્ર પ્રમાણે જેમ જેમ ઋતુ બદલતી જાય છે તેમ તેમ પૃથ્વી પરના તમામ સજીવો વાતાવરણ પ્રમાણે અનુકૂલન સાધે છે, ત્યારે પોરબંદરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીની શરૂઆત થઇ છે, શહેરના લોકો પણ ઠંડીથી બચવા સ્વેટર પહેરી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

પોરબંદરમાં શીત લહેરની શરુઆત,
પોરબંદરમાં શીત લહેરની શરુઆત,

By

Published : Nov 20, 2020, 10:42 PM IST

  • પોરબંદરમાં ગુલાબી ઠંડીની શરુઆત
  • મોર્નિંગ વોક અને તંદુરસ્તી માટે ફાયદાકારક ઋતુ
  • પાચનશક્તિમાં વધારા માટે શિયાળો હિતાવહ
  • તાપમાનનો પારો 20 થી 31ની વચ્ચે

પોરબંદરઃ ઋતુચક્ર પ્રમાણે જેમ જેમ ઋતુ બદલતી જાય છે તેમ તેમ પૃથ્વી પરના તમામ સજીવો વાતાવરણ પ્રમાણે અનુકૂલન સાધે છે ત્યારે શહેરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીની શરૂઆત થઇ છે, શહેરના લોકો પણ ઠંડીથી બચવા સ્વેટર પહેરી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

પોરબંદરમાં શીત લહેરની શરુઆત,

પાચન શક્તિ માટે શિયાળો હિતાવહ


શાસ્ત્રો પ્રમાણે વર્ષને બે વિભાગમાં વિભાજિત કર્યું છે. સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન હાલ હેમંત અને શિશિર ઋતુમાં સૂર્યનું તેજ સૌમ્ય હોય છે. આથી જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે, જેથી ખોરાકનું પાચન સરળતાથી થાય છે. કોરોનાથી બચવા ઈમ્યુનિટી પાવર વધારવું જરૂરી છે. આથી ખોરાકનું પાચન સરળ રીતે થાય તે માટે મીઠા રસાળ અને ચીકાશવાળા ખોરાકમાં ફળ, કિયા, શેરડી અને ખજૂર આહારમાં લેવા વધુ હિતાવહ છે. આવું આયુર્વેદાચાર્ય સનત જોશીએ જણાવ્યુ હતું.

પોરબંદરમાં શીત લહેરની શરુઆત,
તાપણામાં ધૂપ નાખવાથી વાતાવરણમાં શુદ્ધીહાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે શિયાળામાં વધારે પડતાં લોકો ઠંડીથી બચવા તાપણું કરતા હોય છે. ત્યારે આ તાપણામાં પલંકશાદી (ગુગળ)નો ધૂપ નાખવામાં આવે તો આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. તેમજ તાપણાંના આ ધુમાડાથી આસપાસમાં રહેલા વાઈરસ નાશ પામે છે.
પોરબંદરમાં શીત લહેરની શરુઆત,

ABOUT THE AUTHOR

...view details