- પોરબંદરમાં એક વૃદ્ધ મહિલાની હત્યા
- જમાઈએ જ કરી સાસુની હત્યા
- પોલીસે કરી જમાઈની ધરપકડ
પોરબંદર: જિલ્લાના જુરીબાગ વિસ્તારમાં તારીખ 13/4/ 2019 ના રોજએક મહિલાનું મૃત્યું થયું હતું. પ્રાથમિક તબક્કે આ મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું મનાયુ હતું પરંતુ પોલીસ તપાસમાં મહિલાનું મોઢું દબાવીને મર્ડર કર્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રાણાવાવમાં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરી આ મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો.
મોઢુ દબાવીને કરવામાં આવી હત્યા
પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા હીરીબેન બાબુભાઈ રાણાવાયા ઉંમર 65 નું મૃત્યુ થયું હતું પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોકવનાર ખુલાસો સામે આવ્યો હતો. હિરાબહેનનાના મોઢુ પર અને નાક દબાઈને હત્યા કરવામાં આવી હતી, આ બાબતની પોલીસે જાણ થતા પોરબંદર પોલિસ વડા રવી મોહન સૈનીની સૂચના અનુસાર ગુનેગારને શોધવા માટે પોરબંદરના એલસીબી તથા પેરોલ ફરલો સ્કોડના સ્ટાફની ટિમ અને ટેકનીકલ સર્વેલન્સની ટીમની મદદથી તેમજ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાની મદદથી આ ગુનાને લગતી દરેક કડીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.