ગુજરાત

gujarat

ETV Bharat / state

18 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે આપી સુચના - વરસાદ આગાહી

ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસથી વરસાદની આગાહી છે. એવામાં પોરબંદરમાં માછીમારીનો દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

porbandar
porbnadar

By

Published : Oct 16, 2020, 10:11 AM IST

પોરબંદરઃ વરસાદની આગાહીને ધ્યાને રાખી પોરબંદરમાં માછીમારી કરવા ગયેલા ખલાસીઓને મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક દ્વારા તાત્કાલીક અસરથી કિનારા પર પરત આવી જવા સૂચના આપવામાં આવી છે.

આ સાથે જ આગામી તારીખ 18 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે ટોકન ઇસ્યૂ ન કરવા તેમજ સમુદ્રમાં રહેલ બોટને રીકોલ કરવા જણાવ્યું હતું. મત્સ્યદ્યોગ કમિશનરની કચેરી ગાંધીનગરના પત્રના આધારે મદદનીશ નિયામકએ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે, તેથી ગુજરાત રાજ્યના માછીમારોને આગામી 18 તારીખ સુધી માછીમારી ન કરવી.

ABOUT THE AUTHOR

...view details