- અદિત્યાણા ગામે ભીમાદુલા પર ફાયરિંગ કરનારો શખ્સ તમંચા સાથે ઝડપાયો
- બાતમીની આધારે પોરબંદર એસઓજી ની ટીમ ને મળી સફળતા
- આરોપીના રહેણાંક મકાન પાસે SOGએ સતત વોચ રાખી હતી
પોરબંદરઃ જિલ્લા SOGએ બાતમીના આધારે ભીમા દુલા પર ફાયરિંગ કરનાર શખ્સની તમંચા સાથે ધરપકડ કરી છે. આ આરોપી વિરુદ્ધ વર્ષ 2017માં કલમ 307નો ગુનો નોંધાયો હતો.
હથિયાર અંગે પૂછપરછ શરૂ
આરોપી અંગે બાતમી મળતા ટીમને આરોપીના રહેણાંક મકાન પાસે વોચમાં રાખવામા આવ્યા હતા. આ દરમિયાન આરોપી પોતાના ઘરે આવ્યો હતો. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટનો તમંચો, અગ્નિશસ્ત્ર તથા 2 કાર્ટીઝ પણ જપ્ત કર્યાં છે. જેથી પોલીસે હથિયાર ક્યાંથી આવ્યાં તે અંગે પૂછપરછ હાથ ધરી છે. આ સાથે જ મળતી માહિતી મુજબ આરોપીનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.