પોરબંદર : પોરબંદરના માધવપુરમાં આગામી 10 એપ્રિલના રોજ ભવ્ય મેળો (Madhavpur Fair 2022) યોજાનાર છે. ત્યારે આ પરંપરાગત મેળામાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વના આઠ રાજ્યના મુખ્યપ્રધાનો અલગ અલગ દિવસે આવશે સાથે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે. તમામ કલાકારો પોરબંદર રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતા.
માધવપુરના મેળામાં 10 થી 13 એપ્રિલ સુધી ભવ્ય સાંસ્કૃતિક યોજાશે કાર્યક્રમો કલાકારો કલાગીરી મેળામાં પીરસશે - કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી હસ્તક પોરબંદર કચેરી દ્વારા મહેમાની (Madhavpur Mela 2022) વ્યવસ્થા પટેલ વિદ્યાર્થી ભવનમાં કરવામાં આવી હતી. મણિપુર, ત્રિપુરા, મેઘાલય સહીતના રાજ્યમાંથી કલાકારો કલાગીરી આ મેળામાં પીરસાશે. આ ઉપરાંત 10 એપ્રિલ થી 14 એપ્રિલ સાંજે સાત કલાકે માધવરાય રુકમણી વિવાહ થીમ પરના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ક્યાં ક્યાં ખાસ કાર્યક્રમ - આ કાર્યક્રમ 10 તારીખે સવારે 6 થી 8 કલાક માધવપુરની શેરીમાં વિપુલ ત્રિવેદી દ્વારા પ્રભાતિયા તેમજ સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિના હસ્તે માધવપુરના મેળાનું ઉદ્ઘાટન થશે. અને પ્રસિદ્ધ કલાકાર પાર્થિવ ગોહિલ ગુજરાતી જલસો નામનો મલ્ટી મીડિયા (Program at Madhavpur Fair) સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. અરુણાચલ પ્રદેશના કલાકારો ચૅટિંગ લામા ઓફ અરુણાચલ પ્રદેશ રજૂ કરશે. ત્યારબાદ ક્ષત્રિય નૃત્ય (રુકમણી હરણ પ્રસંગ) આસામના કલાકારો રજૂ કરશે. અરુણાચલ પ્રદેશના કલાકારો ઈદુ મિયામી પ્રાદેશિક નૃત્ય રજૂ કરશે. તેમજ મણિપુરના કલાકારો મણિપુરી રાસ રજૂ કરશે.
આ પણ વાંચો :પોરબંદરના માધવપુરનો ભાતીગળ મેળાને રદ, માધવપુરના લોકોએ નિર્ણયને આવકાર્યો
વિવિધ રાજ્યના નૃત્ય - જ્યારે 11 મી તારીખે સાંજે 7 કલાકે મેઘાલયના કલાકારો દ્વારા ગારો જાતિનું પરંપરાગત વન ગાલા નૃત્ય રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પોરબંદર રાણા સીડા રાસ મંડળી મણિયારો રાસ રજૂ કરશે. ઉપરાંત મિઝોરમના કલાકારો ચેરાવ નૃત્ય રજૂ કરશે. ત્યારબાદ ચોરવાડના ભીખાવાજા ગ્રુપ (Cultural Significance of Madhavpur Fair) દ્વારા ટિપ્પણી નૃત્ય રજૂ કરવામાં આવશે. મેઘાલયના કલાકારો પ્રાદેશિક નૃત્ય રજૂ કરશે. અને જૂનાગઢના હકુ જોશી ગ્રુપ દ્વારા ભાતીગળ રાસ રજૂ કરવામાં આવશે. મિઝોરમનો સોલા કિયા નૃત્ય રજૂ કરશે. આ નૃત્ય બાદ પોરબંદરના રાજ બોખીરીયા દ્વારા તલવાર રાસ રજૂ કરવાં આવશે. ત્યારબાદ તમામ કલાકારો દ્વારા ફિનાલે અને પ્રસિદ્ધ સાહિત્યકાર આદિત્ય ગઢવી સાહિત્ય વાણી પીરસશે.
નૃત્ય, ડાન્સ, સાહિત્ય રસ - 12મી એપ્રિલના રોજ સાંજે 7 કલાકે નાગાલેન્ડના કલાકારો નાગાલેન્ડનું પરંપરાગત નૃત્ય રજૂ કરશે. ભાવનગરના વિનિતા ઝાલા શ્રી કૃષ્ણ વંદના રજૂ કરશે. સિક્કિમથી આવેલા કલાકારો ભૂતિયા કોમ્યુનિટીની સિંધી છામ નૃત્ય રજૂ કરશે. કચ્છના ચિન્મય ભટ્ટ કચ્છી લોક નૃત્ય રજૂ કરશે. નાગાલેન્ડના કલાકારો નાગાલેન્ડનો ચખે સંગ નાગા ડાન્સ રજૂ કરશે. દ્વારકાનું ઝાંઝરી ગ્રુપ રાસ રજૂ કરશે. સિક્કિમના કલાકારો નેપાળી કોમ્યુનિટી ઘંટુ ડાન્સ રજૂ કરશે. પોરબંદરના હરેશ મઢવી ગ્રુપ મિશ્ર રાસ રજૂ કરશે. અને ત્યાર બાદ તમામ કલાકારો ફિનાલે રજૂ કરશે અને પ્રસિદ્ધ હાસ્ય અને સાહિત્ય કાર સાયરામ દવે સાહિત્ય રસ પીરસશે.
આ પણ વાંચો :Madhavpur Fair 2022: 10થી 13 એપ્રિલ યોજાશે માધવપુરનો મેળો, સોશિયલ મીડિયા પર મેસેજ વાઈરલ
પરંપરાગત વિવિધ રાજ્યોની સંસ્કૃતિ રજુ - 13મી એપ્રિલના રોજ 7 કલાકથી ત્રિપુરાના કલાકારો મોગ કોમ્યુનિટી નું નૃત્ય રજૂ કરશે. જયપાલ સિંહ ઝાલા ગ્રુપ બોટાદ દ્વારા મિશ્ર રાસ રજૂ કરવામાં આવશે. મણિપુરના કલાકારો પ્રાદેશિક (Different State Cultures in Madhavpur Fair) નૃત્ય રજૂ કરશે. પ્રવીણ વાઢેર ગ્રુપ દ્વારા ટીપ્પણી રાસ રજૂ કરાશે. ત્રિપુરાના કલાકારો દ્વારા રેંગ કોમ્યુનિટીનું હોઝગીરી નૃત્ય રજૂ કરવામાં આવશે. કામદાર કલ્યાણ કેન્દ્ર પોરબંદર ગ્રુપ દ્વારા ગરબા રજૂ કરાશે. આસામના કલાકારો દ્વારા બિહુ નૃત્ય રજૂ કરાશે. લીલાભાઇ રાણાવાયા ગ્રુપ પોરબંદર દ્વારા મણિયારો રાસ રજૂ કરશે. ત્યારબાદ તમામ ગ્રુપનું ફિનાલે રજૂ કરશે. તેમજ સચિન લિમયે, અને કાજલ ઓઝા વૈદ્યંનો સાંગીતિક કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમને નિહાળવા મોટી જનમેદની ઉમટશે.