ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં 31માં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણીનો શુભારંભ - જિલ્લા કલેકટર ડી એન મોદી

પોરબંદરઃ જિલ્લા ટ્રાફિક પોલીસ અને JCI પોરબંદર પ્લસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રૂપાળી બાગ ખાતે સાંજે 5:00 કલાકે માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લા કલેકટર સહિત ઇન્ચાર્જ એસપી ભરત પટેલ તથા સીટી DYSP જાડેજા અને JCI પોરબંદર પ્લસ સંસ્થાના આગેવાનો લાખણશી ગોરીયા સહિત ટ્રાફિક પોલીસ તથા RTO કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

traffic week celebration
ટ્રાફિક અવેરનેસ રેલી

By

Published : Jan 12, 2020, 6:40 AM IST

આ પ્રસંગે સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ટ્રાફિક નિયમો અંગે વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત જિલ્લા કલેકટર મોદીએ તેના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નિયમો બધા જ જાણે છે પરંતુ પાલન કરતા નથી જ્યારથી લોકો નિયમોનું પાલન કરવાનું શરૂ કરશે ત્યારથી ટ્રાફિકમાં વ્યવસ્થા જળવાશે. આ ઉપરાંત નેધરલેન્ડના એક પ્રસંગનો અનુભવ જણાવ્યો હતો કે, ફોરેનમાં ટ્રાફિક પોલીસ ઓછી હોય છે કારણ કે ત્યાંના લોકો ટ્રાફિક નિયમનનું વધુ પાલન કરે છે અને જો વધુ drink કરેલ હોય તો ત્યાંના લોકો કાર ચલાવવાનુ ટાળે છે.

પોરબંદરમાં 31માં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણીનો શુભારંભ

આ ઉપરાંત ઇન્ચાર્જ SP ભરત પટેલ પણ તેના ઉદબોધનમાં લોકોને ટ્રાફિક અંગે સ્વયં શિસ્ત જાળવવા અને ટ્રાફિક નિયમનના પાલન કરવા અંગે લોકોને જણાવ્યું હતું ત્યાર બાદ કલેકટર મોદીના હસ્તે લીલીઝંડી ફરકાવી ટ્રાફિક અવેરનેસ રેલી યોજાઇ હતી. ટ્રાફિક સપ્તાહની ઉજવણી તારીખ 11 થી 17 જાન્યુઆરી સુધી કરવામાં આવશે જેમાં મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, કેમ્પ રેલી traffic rules અંગેનો સેમિનાર વિવિધ કોલેજમાં ડિબેટ અને ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવશે અને 17 જાન્યુઆરીના રોજ સુદામાચોક ખાતે સમાપન સમારોહ યોજાશે.

ABOUT THE AUTHOR

...view details