- ભારત વિકાસ પરિષદની પોરબંદર શાખાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
- જરૂરિયાતમંદ દિવ્યાંગજનો માટે જયપુર ફુટ કેમ્પ તથા વ્હીલચેર અને ટ્રાયસિકલનું વિતરણ
- કારોબારી સમિતિની રચના પણ કરવામાં આવી જરૂરિયાતમંદ દિવ્યાંગજનો માટે જયપુર ફુટ કેમ્પ તથા વ્હીલચેર અને ટ્રાયસિકલનું વિતરણ
પોરબંદર: અંજાર ગુરુકુળ ખાતે ભારત વિકાસ પરિષદની શાખાનું શનિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદોને વ્યંજનો, જયપુર ફુટ કેમ્પ તથા સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના 23મી અને ગુજરાતની 73મી પોરબંદર શાખાનું ઉદ્ઘાટન
રાષ્ટ્ર સમર્પિત બુદ્ધિ નિષ્ઠ જાગૃત અને સંપન્ન સામાજિક-સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છની 23મી અને ગુજરાતની 73મી શાખાનું ઉદ્ઘાટન શનિવારના રોજ 108 જય વલ્લભલાલજી મહોદયના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાનુ પ્રકાશ સ્વામી તથા અતિથિ વિશેષ તરીકે ડૉ.સુરેશભાઇ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામી તથા મહામંત્રી વિનોદ ભાઈ લાઠીયા સંગઠન મંત્રી કિરીટભાઈ નંદાણીયા, વિભાગીય મંત્રી સોમનાથ સુનિલ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કેશોદમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું