ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર દ્વારા ગ્રાન્ટની ચુકવણી PFMS પદ્ધતિથી થશે, પોરબંદરમાં અધિકારીઓને અપાઈ તાલીમ - Digital Signature Certificate

પંચાયતી રાજ મંત્રાલય ભારત સરકારની સૂચના અનુસાર પંચાયતો અને ભારત સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટનું પીએફએમએસ પદ્ધતિથી ચૂકવણી કરવાની રહેશે, જે અંતર્ગત ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ અંગેના ટોકનના ઉપયોગ અંગેની તાલીમ પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતેના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓએ તાલીમ મેળવી હતી.

સરકાર દ્વારા ગ્રાન્ટની ચુકવણી PFMS પદ્ધતિથી થશે
સરકાર દ્વારા ગ્રાન્ટની ચુકવણી PFMS પદ્ધતિથી થશે

By

Published : Jan 13, 2021, 5:33 PM IST

  • સરકાર દ્વારા ગ્રાન્ટની ચુકવણી PFMS પદ્ધતિથી થશે
  • પોરબંદરમાં અધિકારીઓને અપાઈ તાલીમ
  • તાલુકા પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી, સરપંચ અને તેમને મદદરૂપ સ્ટાફને પણ અપાશે તાલીમ

પોરબંદરઃ સામાન્ય રીતે સરકારી ગ્રાન્ટ મેળવવા માટે અનેકવાર ધક્કા ખાવા પડતા હોય છે અને ગ્રાન્ટ મેળવનારને અનેક મુશ્કેલી આવતી હોય છે. ઉપરાંત ગ્રાન્ટ ક્યારે મળશે તેની પણ જાણકારી ગ્રાન્ટ મેળવનારને નથી હોતી ત્યારે અનેકવાર આ બાબતે મુશ્કેલી સર્જાતી હોય છે, પરંતુ હવે પંચાયતી રાજ મંત્રાલય ભારત સરકારની સૂચના અનુસાર પંચાયતો અને ભારત સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટનું પીએફએમએસ પદ્ધતિથી ચૂકવવું કરવાનું રહેશે, જે અંતર્ગત ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ અંગેના ટોકનના ઉપયોગ અંગેની તાલીમ પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતેના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓએ તાલીમ મેળવી હતી.

અધિકારીઓને અપાઈ તાલીમ
સરકારનું પેપર લેસ વહીવટ તરફ વધુ એક પ્રયાણ

સરકાર દ્વારા થતી ગ્રાન્ટની ચુકવણી ચેક દ્વારા થતી હતી, પરંતુ હવે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ દ્વારા પીએફએમએસ પદ્ધતિથી ગ્રાન્ટની ચુકવણી થશે. જેથી યોગ્ય સમયે ગ્રાન્ટ મળી રહેશે આ હેતુને ધ્યાનમાં રાખીને સરકારનું પેપરલેસ વહીવટ તરફ એક વધુ પ્રયાણ રહેશે.

સરકાર દ્વારા ગ્રાન્ટની ચુકવણી PFMS પદ્ધતિથી થશે

પીએફએમએસના પ્રતિનિધિએ આપી તાલીમ

આ અંગેની તાલીમમાં પોરબંદર જિલ્લા પંચાયત કચેરીના નાયબ તાલુકા વિકાસ અધિકારી, નાયબ હિસાબનીશ ટી.એલ.ઇ સાથે જિલ્લા પંચાયત પોરબંદર સભાખંડમાં પીએફએમએસના પ્રતિનિધિએ તાલીમ આપી હતી. જ્યારે ગુરૂવારે પોરબંદરના દરેક તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી તથા સરપંચ અને તેમને મદદરૂપ તમામ સ્ટાફને તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરમાં અધિકારીઓને અપાઈ તાલીમ

ABOUT THE AUTHOR

...view details