ગુજરાત

gujarat

By

Published : Jun 23, 2021, 7:38 PM IST

ETV Bharat / state

પોરબંદર-હાવડા ફેસ્ટિવલ વિશેષ ટ્રેનના ફ્રિક્વન્સીમાં કરવામાં આવ્યો વધારો

પ્રવાસીઓની સુવિધા માટે પોરબંદર-હાવડા ફેસ્ટિવલ વિશેષ ટ્રેનના ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર સંસ્કાર મંડળનું રેલ્વે ટિકિટ રિઝર્વેશન સેન્ટર યાત્રિયોની સુવિધા માટે ખોલવામાં આવ્યું છે. આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી દરરોજ સવારે 8:00 વાગ્યેથી બપોરે 14:00 વાગ્યે સુધી ખુલ્લું રહેશે.

પોરબંદર-હાવડા ફેસ્ટિવલ વિશેષ ટ્રેનના ફ્રિક્વન્સીમાં કરવામાં આવ્યો વધારો
http://10.10.50.85//gujarat/23-June-2021/gj-pbr-03-railway-10018_23062021172229_2306f_1624449149_389.jpg

  • સ્પેશિયલ ફ્રિક્વન્સી વધારવામાં આવી
  • ભાવનગર સંસ્કાર મંડળનું રેલ્વે ટિકિટ આરક્ષણ કેન્દ્ર શરૂ થયું
  • પ્રવાસીઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

પોરબંદર: પ્રવાસીઓની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ પોરબંદર - હાવડા વચ્ચે દોડતી પોરબંદર - હાવડા - પોરબંદર ફેસ્ટીવલ વિશેષ ટ્રેન (09205/09206)ની ફ્રિક્વન્સી વિસ્તારિત કરવામાં આવી છે. આ ફેસ્ટિવલ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.


ટ્રેન નં. 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષ
ટ્રેન નં. 09205 પોરબંદર - હાવડા દ્વિ-સાપ્તાહિક (બુધવાર અને ગુરુવાર) સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલની ફ્રિક્વન્સી 30મી જૂન, 2021થી વધારીને આગળની સૂચના સુધી આપવામાં આવી છે. આવી જ રીતે ટ્રેન નં. 09206 હાવડા - પોરબંદર દ્વિ-સાપ્તાહિક (શુક્રવાર અને શનિવાર) સુપરફાસ્ટ ફેસ્ટિવલની ફ્રિક્વન્સી આગામી તા. 2 જુલાઇ, 2021થી આગળની સૂચના સુધી વધારી દેવામાં આવી છે.

રેલ્વે ટિકિટ રિઝર્વેશન સેન્ટર યાત્રિયોની સુવિધા માટે ખોલવામાં આવ્યું
ભાવનગર સંસ્કાર મંડળનું રેલ્વે ટિકિટ રિઝર્વેશન સેન્ટર યાત્રિયોની સુવિધા માટે ખોલવામાં આવ્યું છે. આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી દરરોજ સવારે 8:00 વાગ્યેથી બપોરે 14:00 વાગ્યે સુધી ખુલ્લું રહેશે. આ આરક્ષણ કેન્દ્ર પહેલાની જેમ રવિવારે બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details