ગુજરાત

gujarat

પોરબંદરમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો

By

Published : Jan 14, 2021, 11:55 AM IST

ગુજરાતના પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે વેક્સિનનો જથ્થો વેક્સિન વેનમાં પહોંચતા ધારાસભ્ય બાબુ બોખીરિયાએ વેક્સિનનું સ્વાગત કર્યુ હતું. આગામી 16 મી જાન્યુઆરીથી વેક્સિનની કામગીરી શરૂ થશે. ત્યારે પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણીએ જણાવ્યું હતું કે, આ વેક્સિન પ્રથમ તબક્કે 2597 જેટલા ફ્રન્ટલાઈન વર્કર અને આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે.

પોરબંદરમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો
પોરબંદરમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો

  • પોરબંદરમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો
  • 4000 જેટલો વેક્સિનનો જથ્થો જિલ્લા પંચાયત કચેરીએ આવ્યો
  • ધારાસભ્ય બાબુ બોખીરિયા સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત
  • વેક્સિન વાન સાથે સુરક્ષા જવાનો પણ રહ્યા હાજર

પોરબંદર :વિશ્વભરમાં અને ભારત દેશમાં કહેર મચાવનાર કોરોના મહામારીની વેક્સિન ભારત દેશમાં બે કંપનીઓએ શોધી છે. ત્યારે આ વેક્સીનનો જથ્થો ગુજરાતમાં પહોંચ્યો છે અને ગુજરાતના પોરબંદર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત ખાતે આ વેક્સિનનો જથ્થો વેક્સિન વેનમાં પહોંચતા ધારાસભ્ય બાબુ બોખીરિયાએ વેક્સિનનું સ્વાગત કર્યુ હતું.

પોરબંદરમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો

16 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનની કામગીરી

આગામી 16 મી જાન્યુઆરીથી વેક્સિનની કામગીરી શરૂ થશે. ત્યારે પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણીએ જણાવ્યું હતું કે, આ વેક્સિન પ્રથમ તબક્કે 2597 જેટલા ફ્રન્ટલાઈન વર્કર અને આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. પોરબંદર જિલ્લામાં હાલ અત્યાર સુધી કુલ 951 કેસ સામે આવ્યા છે. જે ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા ઓછા છે. પોરબંદરના આરોગ્ય વિભાગ અને પોરબંદરના લોકોએ કોરોના સામે લડવામાં અનેક તકેદારી રાખી છે અને આ વેક્સિન દ્વારા પણ આગામી સમયમાં લોકોને કોરોનાથી મુક્તિ મળશે તેવી આશા સાથે વી.કે અડવાણીએ જણાવ્યું કે, વેક્સિન અંગે કોઈ લોકોને ગેરમાર્ગે ન દોરવા અને વેક્સિનના કાર્યમાં લોકોને સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details