- રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદના ઓરડામાં આજે પણ થાય છે પોઝિટિવ ઉર્જાની અનુભૂતિ
- પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ શાસ્ત્રી પાસેથી પાણીની મહાભાષ્ય અને ફ્રેન્ચ ભાષા શીખ્યા સ્વામી વિવેકાનંદ
- અમેરિકામાં યોજાનારા મહાધર્મ સભા અંગે પણ પોરબંદરથી જાણકારી મેળવી
સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 4 માસ અતિથિ બન્યા
યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતી છે, ત્યારે યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ વિશે જાણકારી મેળવે સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 4 માસ અતિથિ બન્યા હતા અને ભોજેશ્વર બંગલો આજે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ બિલ્ડીંગ તરીકે ઓળખાય છે અને અહીં રામકૃષ્ણ મિશન આશ્રમ કાર્યરત છે. જેમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે.
સ્વામી વિવેકાનંદના ઓરડામાં આજે પણ થાય છે પોઝિટિવ ઉર્જાની અનુભૂતિ સ્વામિ વિવેકાનંદના ઓરડામાં પોઝિટિવ ઊર્જાની અનુભૂતિ આજે પણ થાય છે
ભારતભરમાં પરિભ્રમણ કરનાર યુવા સંત પુરુષ સ્વામી વિવેકાનંદની આજે જન્મ જયંતિ છે, ત્યારે ભારત દેશના અનેક રાજ્યોમાં તેઓએ પરિભ્રમણ કર્યું હતું. જેમાં વધુ સમય તેઓ ગુજરાતમાં રહ્યા હતા અને ગુજરાતના પોરબંદરમાં કે જ્યાં ગાંધીજીની જન્મભૂમિ છે. 1891 -92 ની સાલમાં સ્વામીજી અહીં આવ્યા હતા અને પોરબંદરના એડમિનિસ્ટ્રેટ શંકર પાંડુરંગ શાસ્ત્રી કે,જે 14 ભાષાના જાણકાર હતા. તેમની પાસેથી સ્વામી વિવેકાનંદ ફ્રેન્ચ ભાષા શીખ્યા હતા અને પાણીની મહાભાષ્યનો અભ્યાસ કર્યો હતો આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં આવેલ ગોપાલલાલજીની હવેલીની પણ મુલાકાત લીધી હતી અને જે પાટ પર બેઠા હતા તે પાટ હાલ સ્વામી વિવેકાનંદના ઓરડામાં રાખવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ ચાર માસ સુધી રહ્યા ત્યારે આ ઓરડામાં બેસી ધ્યાન કરતા આજે પણ આ ઓરડામાં પોઝિટિવ ઊર્જાની અનુભૂતિ થાય છે.
સ્વામી વિવેકાનંદના ઓરડામાં આજે પણ થાય છે પોઝિટિવ ઉર્જાની અનુભૂતિ રામકૃષ્ણ મિશનમાં ચાલી રહ્યા છે અને સેવા યજ્ઞ
પોરબંદરમાં આવેલા ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદ અતિથિ બન્યા હતા. તે બંગલામાં હાલ રામકૃષ્ણ મિશન સંસ્થા કાર્યરત છે. જેમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. અહીં લાઇબ્રેરી આ ઉપરાંત વેલ્યુ એજ્યુકેશન સેન્ટર તથા દવાખાનાની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ગરીબ વિદ્યાર્થીઓને અહીં વિનામૂલ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે આજરોજ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.