ગુજરાત

gujarat

ETV Bharat / state

Etv Bharatમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ મૃતકના પરિવારજનોને એક દિવસમાં ડેથ સર્ટીફિકેટ મળ્યું - Porbandar

પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતા એક મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિ માટે અનેક ધક્કા ખાઈ રહ્યા હતા. આ આ અંગેનો અહેવાલ Etv Bharatમાં પ્રસિદ્ધ થતા એક જ દિવસ માં આજે શનિવારે આ સર્ટીફિકેટ પાલિકા કચેરીએથી આપવામાં આવ્યું હતું.

Porbandar News
Porbandar News

By

Published : May 29, 2021, 10:23 PM IST

  • Etv Bharatમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ મૃતકના પરિવારજનોને એક દિવસમાં ડેથ સર્ટીફિકેટ મળ્યું
  • મૃતકના પરિવારજન ડેથ સર્ટી માટે અનેક વાર કચેરીઓના ખાઈ રહ્યા હતા ધક્કા
  • અંતે પોરબંદરના જ્યુબિલીમાં રહેતા મૃતકનું ડેથ સર્ટી એક જ દિવસમાં મળી ગયુ

પોરબંદર : રાજ્યમાં ડેથ સર્ટિફિકેટ માટે લોકોને લાઇનમાં ઊભું રહેવું ન પડે તે માટે સરકાર દ્વારા ઓળખ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં ડેથ સર્ટિફિકેટ મળે છે કે કેમ ? તે માટે એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતા એક મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિ માટે અનેક ધક્કા ખાઈ રહ્યા હતા. આ આ અંગેનો અહેવાલ Etv Bharatમાં પ્રસિદ્ધ થતા એક જ દિવસ માં આજે શનિવારે આ સર્ટીફિકેટ પાલિકા કચેરીએથી આપવામાં આવ્યું હતું.

Etv Bharatમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ મૃતકના પરિવારજનોને એક દિવસમાં ડેથ સર્ટીફિકેટ મળ્યું

આ પણ વાંચો : પાલિકા અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ, મુશ્કેલીમાં પ્રજા

મૃતકના પરિવારજનોએ માન્યો આભાર

કોરોના કાળમાં મૃત્યુની સંખ્યામાં વધારો થયો હતો. આથી સરકાર દ્વારા ઓળખ પોર્ટલમાં ડેથ સર્ટી સહેલાઇથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાંમાં આવી છે. જેમાં પોરબંદર પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થાય, ત્યારે હોસ્પિટલમાંથી આપવામાં આવેલા ડોક્યુમેન્ટ પાલિકા કચેરીએ જમા કરવાના હોય છે અને ત્યાર બાદ મૃતકના પરિવારજનો ઘેર બેઠા ઓનલાઈન માધ્યમથી આ ડેથ સર્ટી મેળવી શકે છે, પરંતુ પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું અવસાન 1/05/2021ના રોજ થયું હતું. પરંતુ ડેથ સર્ટીફીકેટ ઓનલાઈન પોર્ટલમાં પણ જોવા મળતું ન હતું. મૃતકના પરિવારજન અનેક વાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા હતા.

ડેથ સર્ટીફિકેટ

આ પણ વાંચો : Death Certificate માટે ઓનલાઈન પોર્ટલ હોવા છતાં કોરોના મૃતકોના સંબંધીઓ ખાઈ રહ્યા છે ધક્કા

પરિવારજનોએ Etv Bharat અને કચેરીઓના અધિકારીઓનો આભાર માન્યો

Etv Bharat દ્વારા આ અંગે રીયાલીટી ચેક કરવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે શનિવારે પરિવારજનોને મૃતકનું ડેથ સર્ટી ફિકેટ આપવામાં આવ્યું હતું. આથી પરિવારજનોએ Etv Bharat અને પોરબંદર છાયા સયુંક્ત નગરપાલિકા અને હોસ્પિટલના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને હવે મૃતકના પરિવારજનોના વહીવટી કામમાં સરળતા થશે અને તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details