ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના મોકર ગામના રસ્તાની બિસ્માર હાલત, અનેક રજૂઆત બાદ પણ કામગીરી ન થતા લોકોમાં રોષ - ગુજરાતના રસ્તાઓની હાલત

પોરબંદરમા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની હાલત કફોડી બની છે. ત્યારે જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકર ગામનો રસ્તો એટલી હદે બિસ્માર છે કે ખેડૂતોને ખેતરે જવાની પણ મુશ્કેલી થઈ રહી છે. ગ્રામજનો દ્વારા છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી થઇ નથી. આજે ફરી સરપંચ સહિત ખેડૂતો દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

porbandar news
પોરબંદરના મોકર ગામના રસ્તાની બિસ્માર હાલત

By

Published : Sep 15, 2020, 6:18 PM IST

પોરૂંદરઃ જિલ્લાના મોકર ગામના સરપંચ લક્ષ્મણભાઈના જણાવ્યા અનુસાર મોકર ગામના પૂર્વ તરફનો સીમ વિસ્તાર, પાછવાડા સિમ વિસ્તાર, મરસા સિમ, તલી પટી સિમ વિસ્તારના ખેડૂતો અને રાહદારીઓ મોકરથી રાણાવાવ સુધીની અવરજવર માટે અહીંથી પસાર થાય છે.

મોકર ગામના રસ્તાની બિસ્માર હાલત

આ રસ્તો ઘણા વર્ષોથી કાચો રસ્તો છે. દરવર્ષે ખેડૂતો ચોમાસાની સિઝન બાદ સ્વખર્ચે જરૂરી સમારકામ કરાવે છે. રસ્તાના સમારકામ અંગે ગ્રામજનોએ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં પણ આજ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી.

પોરબંદરના મોકર ગામના રસ્તાની બિસ્માર હાલત

મોકર ગામથી આશરે બે કિલોમીટર સુધીનો આ રસ્તો આરસીસીનો બનાવવામાં આવે તો મોકર ગામના લોકો સહિત ખેડૂતો પણ આ રસ્તાનો કાયમી ઉપયોગ કરી શકે. જેને લઇ આજે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રસ્તો વહેલી તકે બનાવવા વિનંતી કરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details